Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

મોરબી જીલ્લામાં ભારે પવનથી મચ્છુ ૨ ડેમમાં પાણીના મોજા ઉછળ્યા: કથાના મંડપ ઉડી ગયા

મોરબી : મહા વાવાઝોડાની અસરને પગલે મોરબી જીલ્લામાં બપોરે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો જીલ્લાના અનેક તાલુકા મથકો તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા છે તો વરસાદ બાદ હજુ પણ પવન ફૂંકાય રહ્યો છે જે પવનને પગલે મચ્છુ ૨ ડેમમાં પાણીના મોજા ઉછળતા જોવા મળ્યા હતા

        મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ચાલુ વર્ષે મેઘમહેરથી છલોછલ ભરાઈ ગયો છે અને ડેમ સંપૂર્ણ ભરેલ હોય આજે ભારે પવનને પગલે બપોરના સુમારે પાણીના મોજા ઉછળતા જોવા મળ્યા હતા દરિયાની માફક મોજા ઉછળતા હોય અને હાલ મચ્છુ ૨ ડેમના પાટિયા બંધ હોય છતાં પાટિયા પરથી કુદીને પાણી બહાર આવતું જોઈ સકાય છે

        તો તે ઉપરાંત હળવદ તાલુકાના ચરાડવા ગામે શ્રી મહાકાલી આશ્રમ ખાતે શ્રી શિવ મહાપુરાણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વિશાલ કથામંડપ અને ભોજન માટેના મંડપ સજાવવામાં આવ્યા છે તો બપોરના સુમારે ભારે પવન ફૂંકાતા મંડપ ઉડી ગયા હતા જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી અને આયોજકો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી દેવામાં આવી છે અને હજુ પણ તોફાની વાતાવરણને પગલે રોડ રસ્તાઓ પણ સુમસામ ભાસી 

(9:05 pm IST)