Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

કચ્છમાં ;મહા'ની અસર:વરસાદ સાથે ઠંડો પવન ફૂંકાયો : નખત્રાણાના ઉખેડા ગામે મંદિર ઉપર વીજળી પડી

રાજકોટ : કચ્છ જિલ્લામાં મહા વાવાઝોડાની અસર વર્તાઈ છે કચ્છ જિલ્લાના ગાંધીધામ, કંડલા, ભુજ, નખત્રાણા, અબડાસામાં ક્યાંક ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો જયારે , નખત્રાણાના ઉખેડા ગામે મંદિર ઉપર વીજળી પડી હતી

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાયુ વાવાઝોડાની અસર દેખાવા લાગી છે અને ઠંડા પવનના સુસવાટા સાથે હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે કચ્છમાં બે જગ્યાએ વીજળી પડી છે જોકે જાનહાનિ થઈ નથી

  આજે સાંજે કચ્છના લખપતમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે નખત્રાણાના ઉખેડા રસલીયા મા એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે ભુજના પ્રમુખસ્વામી નગર માં વીજળી પડી હતી જો કે નુકસાન થયું ન હતું જ્યારે નખત્રાણાના ઉખેડા ગામે રામદેવપીર મંદિર  ઉપર વીજળી પડી હતી જેમાં શિખર ને નુકસાન થયું હતું આ ઉપરાંત કમોસમી વરસાદના કારણે એરંડા મગફળી દાડમ સહિતના પાકને નુકસાન થયું છે 

        જામનગરમાં સાંજે પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે ધ્રોલ અને જોડિયામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા આ ઉપરાંત જેતપુર પડધરી લીમડી મુળી સાયલા પોરબંદર રાણાવાવ ટંકારા ગાંધીધામ અને રાજકોટમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે

(8:00 pm IST)