Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

'મહા' વાવાઝોડાના સંકટ વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના હળવા 3 આંચકા: જામનગરથી 29 કિ.મી દૂર ઍપિસેન્ટર

કચ્છમાં ભૂકંપના હળવા આંચકા: જામનગરમાં ભૂકંપનો વધુ એક આંચકો

  રાજકોટ : દરિયામાં સર્જાયેલા વાવાઝોડાં ક્યારે જતા જતા  ગુજરાતને ઘમરોળી મુક્યુ છે ત્યાં બીજા વાવાઝોડાં 'મહા'નું સંકટ હજુ તોળાઇ રહ્યું છે. ત્યારે આજે ભૂકંપના આચંકા આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જામનગરમાં સવારથી અત્યાર સુધીમાં બે વાર ભુકંપના આચંકા આવી ચુક્યા છે.

             વાવાઝોડાની આગાહી અને વરસાદ વચ્ચે આજે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં ભૂકંપના હળવા આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ ઉભો થયો છે. ગુજરાત સરકારના એક સત્તાવાર એજન્સીના અહેવાલ મુજબ આજે 2 નવેમ્બરના રોજ કચ્છમાં બપોરે 4.48 કલાકે 2.1નો ભૂકંપનો આંચકો આવ્યો હતો. એપી સેન્ટર ભચાઉથી 22 કિમિ દૂર નોંધાયું છે.

             કચ્છમાં સવારે 11.12 કલાકે 2.6 નો ભુકંપનો આંચકો નોંધાયો છે. તેનું એપી સેન્ટર ભચાઉથી 23 કિમિ દૂર નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં જામનગરથી 28 કિમિ દૂર એપી સેન્ટર પરથી બપોરે 1.11 કલાકે 2.6ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આમ સૌરાષ્ટ્ર કચ્છમાં આજે 3 ભુકંપના હળવા આંચકા આવ્યા છે ક્યાંય નુકશાન ના અહેવાલ નથી

(8:50 pm IST)