Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

લાઠીના ધામેલ ખાતે ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા

લાઠી : કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ સાંસદ નારણભાઇ કાછડિયાની ઉપસ્થિતિમાં લાઠી તાલુકાના ધામેલ ખાતે ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ કર્યું હતું.

પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે પંચાયત ઘર તો ગામની સચિવાલય છે અને મકાન બનાવવા પાછળ જેટલા પણ લોકોએ સાથ સહકાર આપ્યો છે એમને મંત્રીએ ખુબ ખુબ અભિનનદાન પાઠવા હતા

 વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે ગ્રામજનો તરફથી પોતાના ગામને પણ સૌની યોજના હેઠળ આવરી લેવા માંગણીને સબંધિત વિભાગ સુધી મુકવામાં આવશે. ઉપરાંત એમને તમામ ઉપસ્થિત લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.

  મંત્રીએ ગામમાં ભૂતકાળમાં વિતાવેલા સંસ્મરણો વાગોળ્યા હતા. ઉપરાંત પર્યાવરણનું જતન કરવા બદલ શાળાના આચાર્ય અને સ્ટાફમિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. ગામમાં ઘણા બધા વંચિત કુટુંબો છે એમની મદદ કરવા તેમજ સરકાર દ્વારા અમલી યોજના લાભ દરેક સુધી પહોંચાડવા આપણે સૌએ કાર્ય કરવું પડશે

(2:04 pm IST)