Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

ઉનાના નવાબંદરે વાવાઝોડુ ત્રાટકતા ઝુંપડા- છાપરા ઉડ્યા:બોટો તૂટી જતા લાખોનું નુકશાન

દરિયા કિનારે બોટોના થપ્પા લાગતાં બૉટ લંગારવા અવ્યવસ્થા સર્જાઇ

 

ઉના તાલુકાના નવાબંદરે વાવાઝોડુ ત્રાટક્યુ હતુ. જેમાં દરિયા કિનારાના ઝુંપડાના છાપરા ઉડી ગયા હતા. દરિયા કિનારે બોટોના થપ્પા લાગતાં બૉટ લંગારવા અવ્યવસ્થા સર્જાઇ હતી.તો ચારશૉ બૉટ સહિત પચીશૉ ખલાસીઓ હજુ અરબી સમુદ્ર છે. જેમને ઉંડા પાણી વચ્ચેથી પરત આવવાના આદેશ અપાયા છે.

 લાખૉ રૂપિયાની સુકી એક્સપોર્ટ માછી પાણીમાં જમીન દૉષ થઈ જતા વેપારીઓને ભારે નુકસાન થયું છે. નવાબંદર દરિયાઈ કિનારે પાંચ બૉટ તણાઈ હતી.જ્યારે એક બૉટ તુટી ગઈ હતી. છાપરાં અને ઝુંપડા ઉડી જતા બંદરૉમાં માતમનૉ માહોલ સજાયૉ હતો. ફિશરીઝ અને પોર્ટ વિભાગનુ તંત્ર માછીમાર સમાજ પ્રત્યે સંવેદના ગુમાવી રહ્યાના આક્ષેપ થયા છે.

(11:27 pm IST)