Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

સોમનાથ પર કાળા ડિબાંગ વાદળો છવાયા દરીયામાં ભારે કરંટ: ઉંચા મોજા ઉછાળ્યા

મકાનની અગાસી કે ધાબા પર રાખેલી કોઈ વસ્તુ કે કુંડા નીચે ઉતારી લેવા સૂચના

સોમનાથ : અરબી સમુદ્રમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. યાત્રાધામ સોમનાથ પર કાળા ડિબાંગ વાદળો છવાયા છે.સમુદ્રમાં પણ ભારે મોજા ઉછળી રહ્યા છે. જેથી ચોપાટી પરથી પોલીસ તંત્ર દ્વારા યાત્રિકોને હટાવી દેવાયા છે

  . દરીયામાં ભારે કરંટ હોવાને કારણે અને ઉંચા મોજા ઉછળતા હોવાથી જાનહાની થાય તે પહેલાં તંત્ર એલર્ટ બની ગયું છે. જેમાં તંત્ર તરફથી ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં માઇકથી નગરજનોને સાવચેત કરાયા છે. જેમાં લોકોએ પોતાનાં મકાનની અગાસી કે ધાબા પર રાખેલી કોઈ વસ્તુ કે કુંડા નીચે ઉતારી લેવા સૂચિત કરાયા છે.

(11:01 pm IST)