Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

રાત્રે 8-30 વાગ્યે જામનગર પંથકમાં અનરાધાર વરસાદ : એસ્સાર અને જાખરના પાટીએ વરસાદ : ધ્રોલમાં અડધો ઇંચ : જોડીયામાં ઝાપટા

જામનગર : આજે સાંજે પાંચ વાગ્યે જામનગર પંથકમાં અને શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો જે રાત્રે સાડાઆઠ પછી જોરદાર વરસાદ પડી રહયાના વાવડ મળે છે

જામનગર જિલ્લાના એસ્સાર અને જાખરના પાટીએ સારો વરસાદ છે આ ઉપરાંત ધ્રોલમાં અડધો ઇંચ જયારે જોડીયામાં ઝાપટા સાથે 8 મિમિ વરસાદ રાત્રે આઠ સુધીમાં નોંધાયો છે

આ લખાય છે ત્યારે રાત્રે 8-45 વાગ્યે જામનગરમાં મુશળધાર વરસાદ પડી રહયો છે તેમ જામનગર જિલ્લા બ્યુરો ચીફ મુકુંદ બાદિયાણી દ્વારા જણાવાયું છે

(9:24 pm IST)