Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

અછત સામે બાથ ભીડતુ વહીવટી તંત્ર

ગુજરાતમાં વર્ષો પછી જોવા મળી ઘાસ ભરેલી ટ્રેનઃ કચ્છ પહોંચી

રાજકોટ, તા. ૩ :. ગુજરાતમાં અછતની પરિસ્થિતિથી સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ જિલ્લા માટે રાજ્ય સરકારે મહારાષ્ટ્રથી ઘાસ મંગાવવાનું શરૂ કર્યુ છે. ખાસ ટ્રેન મારફત ઘાસ કચ્છ પહોંચી રહ્યુ છે. આજે સવારે પ્રથમ ટ્રેન આવી પહોંચેલ. ઘાસની બીજી ટ્રેન રસ્તામાં છે. સરકારે કુલ ૧ કરોડ કિલોગ્રામ ઘાસ માટે ટેન્ડર બહાર પાડયુ હતું. ટ્રેનના એક ફેરામાં ૩ લાખ કિલોથી વધુ ઘાસ આવે છે. ટ્રેન ઉપરાંત ટ્રક દ્વારા પણ ઘાસ મંગાવવામાં આવશે.  કચ્છમાં ત્રીસેક વર્ષ પહેલા ગંભીર અછતની પરિસ્થિતિ સર્જાયેલ ત્યાર બાદ હાલ જેવી અછત પ્રથમ વખત સર્જાયેલ છે. સરકારે આખા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દીધો છે. ટ્રેન મારફત ઘાસ મંગાવવું પડયુ હોય તેવી ઘટના દાયકાઓ બાદ બની છે. અછતની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય કક્ષાએ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર (આઈ.એ.એસ.)ના માર્ગદર્શન હેઠળ તંત્ર કાર્યરત છે. કચ્છ જિલ્લામાં કલેકટર રેમ્યા મોહનના વડપણમાં જિલ્લા તંત્ર અછત સામેનું આયોજન કરી રહ્યુ છે. સંભવત આવતીકાલથી ઘાસ વિતરણ શરૂ થશે.(૨-૨૨)

(4:01 pm IST)