Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

કોડીનારના દર્દીને આયુષ્યમાન ભારત યોજના હેઠળ સૌ પ્રથમ લાભ મળ્યો

અંબુજાનગર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિ.ના ડોકટરે ઓપરેશન કર્યું

કોડીનાર તા. ૩ : અંબુજાનગર મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલ કોડીનાર ખાતે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત થઇ ત્યાર બાદ ગીરસોમનાથ જિલ્લાના સૌ પ્રથમ લાભાર્થી હિતેશ ધીરૂભાઇ સેવરાને હાથમાં ભાગ હોઇ અહી અંબુજાનગર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. તેમની પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું ગોલ્ડ કાર્ડ હોઇ અમને હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરી અને દાખલ કરવામાં આવ્યા હતા.

ડો. કિરીટ જાદવ હાડકાના સર્જન દ્વારા તેમનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ધામળેજના આ દર્દીનું ગોલ્ડ કાર્ડ મનોજ સોલંકી અને કમલેશ ગઢીયા દ્વારા કાઢવામાં આવેલ હતું.

આયુષ્માન ભારતની કામગીરી ડીપીઓ હિતેશભાઇ બારડ, રાજાભાઇ બારડ, પરેશભાઇ વગેરે દ્વારા આરોગ્ય ખાતાના ઉચ્ચ હોદેદારોની દેખરેખમાં કરવામાં આવી રહી છે.લોકોને પુરે પુરી માહિતી મળે અને લાભાર્થીઓ લાભ લઇ શકે તે માટે સંપૂર્ણ કાર્ય થઇ રહ્યા છે.

અંબુજાનગર મલ્ટિસ્પેશ્યાલીટી હોસ્પીટલ કે જેમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના પેલાથીજ ચાલે છે અને મૂત્રમાર્ગ ના બધા રોગોના ઓપરેશનો વિના મુલ્યે થાય છે. પ્રધાન મંત્રી જનઆરોગ્ય યોજનાની શરૂઆત થઇ હોવાથી આજુબાજુના ગીર સોમનાથ જિલ્લાના લાભાર્થીઓને ઉત્તમ સારવાર અને સુવિધા મળી રહેશે ભારત સરકાર અને રાજય સરકારની આરોગ્યને લાભ દાયક યોજનાઓથી જરૂરિયાત વાળા લોકોને ખુબ ફાયદો થશે.

હોસ્પિટલના હેડ ડો.રાકેશ કપુરીયા અને માર્કેટીંગના ડો. સુરજનાથ દ્વારા હોસ્પિટલ સ્ટાફ તેમજ સોમનાથ આરોગ્ય ખાતાના સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી અને લાભાર્થીઓને સારી સારવાર મળે તે માટે હંમેશા સારા પ્રયત્ન હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે તેમ જણાવેલ હતું.

(11:58 am IST)