Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ઉનાના કાજડિમાં આંગણવાડીના નબળા કાર્યોમાં તપાસની માંગણી

ઉના, તા.૩: રાજય આરટીઆઇ એકટીવીટી કમિટીના જિલ્લા પ્રમુખ હર્ષદભાઇ બાંભણીયાએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆતમાંનું નબળા કામની તપાસ કરવા જણાવેલ છે.

ઉના તાલુકાના કાજડિ ગામે હાલ મનરેગાની ગ્રાંટમાંથી આંગણવાડીનું કામ ચાલુ છે જેમાં પાયામાંથી આર સી સી કરવાનું હોય છે. તેમાં આર સી સી કરવામાં આવેલ નથી અને ત્રણ મીટર પાયાનું ખોદકામ કરવાનું એસ્ટીમેટમાં દર્શાવેલ છે ત્યાં એક ફૂટનો પાયો કરવામાં આવેલ છે. તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી રજૂઆતમાં જણાવેલ છે.

(11:54 am IST)