Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની પ્રવેશ બંધીને ઉઠાવી લેતી સુપ્રિમ કોર્ટ

ગોંડલના ચકચારી નિલેશ રૈયાણી હત્યા કેસ

ગોંડલ, તા.૩:  ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે નિલેશ રૈયાણી હત્યા કેસમાં ફરમાવાઇ પાબંધી ઉઠાવી લેવામાં આવી છે વિધાનસભાની ચૂંટણીના સમયે આશરે એકાદ વર્ષ પહેલા પાબંદી લાદવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં ચકચારી નિલેશ રૈયાણી હત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા તેમજ ભગતસિંહ રાણાને હાઈ કોર્ટ દ્વારા સજા ફરમાવવામાં આવેલ હતી, તાજેતરમાં જ જયરાજસિંહ જાડેજાના એડવોકેટ પ્રશાંત ખંડેરિયા અને નરેન્દ્રસિંહ ઝાલા દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સ્વાસ્થ્ય સંબંધી તકલીફો અને છેલ્લા એક વર્ષથી તેમની સામે કોઈ ફરિયાદો ઉઠી નહીં હોવાની રજૂઆત કરી પ્રવેશ બંધી ઉઠાવી લેવા માગણી કરવામાં આવી હતી જે સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ ગુજરાત ગોંડલમાં પ્રવેશની મંજૂરી મળી જતા ભાજપિય વર્તુળ તેમજ તેના સમર્થકોમાં હર્ષ ફેલાવા પામ્યો હતો.

આ પહેલા આ કેસમાં સંડોવાયેલા અમરજીત સિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ રાણા ઉર્ફે ભગત ઉપર લાદવામાં આવેલી પાબંધી કોર્ટે ઉઠાવી લીધી હતી જેમાં દર સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની શરત રાખવામાં આવી હતી.

(11:53 am IST)