Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

વાંકાનેરમાં ગુજરાત ગ્રામ રક્ષક દળની નવી ઓફીસનો થયેલ પ્રારંભ

વાંકાનેર તા. ૩ :.. મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા અને સીટી જી. આર. ડી. ગુજરાત ગ્રામ રક્ષક દળની નવી ઓફીસનો શુભારંભ જૂની દાણાપીઠના ઝાપા સામે સીટી પીઆઇ શ્રી બી. ટી. વાઢીયાના વરદ હસ્તે કરવામાં આવેલ.

આ પ્રસંગે પીએસઆઇ એમ. જે. ધાંધલ પીએસઆઇ આર. પી. જાડેજા, તાલુકા પીએસઆઇ જી. આર. ગઢવી વાંકાનેર સીટી પો. સ્ટે. સ્ટાફ તથા તાલુકા પો. સ્ટે. સ્ટાફની હાજરીમાં ગ્રામ રક્ષક દળના યુનિટનું ઉદઘાટન કરાયેલ.

આ ગ્રામ રક્ષક દળ યુનિટ વાંકાનેર (જીઆરડી) જમાદાર પી. આર. આહીર, પો. હેડ કોન્સ્ટેબલ તથા વાંકાનેર તાલુકાના માનદ અધિકારી એચ. એચ. ટોટા વગેરે સ્ટાફ મેળા બંદોબસ્ત, નાઇટ રાઉન્ડ, ધાર્મિક બંદોબસ્ત અને અન્ય કામગીરીઓ પોલીસ સાથે ખભેખભા મેળવી આજ સુધી કાર્યરત રહેલ છે. વાંકાનેર તાલુકામાં ર૭૦ ગ્રામ રક્ષક દળ, મહિલા અને પુરૂષની ભરતી કરાયેલ છે.

આ પ્રસંગે પી. આઇ. વાઢીયા તથા પોલીસ અધિકારીઓ શ્રી ધાધલ અને જાડેજા સહિતનો સ્ટાફે જીઆરડી કામગીરીને બીરદાવેલ છે.

(11:51 am IST)