Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડક સાથે મિશ્ર ઋતુનો અનુભવ

રાજકોટ તા. ૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે અને આવા વાતાવરણ વચ્ચે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે શિયાળા જેવા વાતાવરણ સાથે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે અને સવારે ફુલ ગુલાબી ઠંડકનો અહેસાસ થાય છે.

સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હંુફાળુ વાતાવરણ છવાઇ બપોરના જાય છે અને બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઉનાળાના આકરા તાપનો અનુભવ થાય છે.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ ૩પ.પ, લઘુતમ ૧૯.પ, ભેજ ૭૧ ટકા, પવન ૩.૩, કિ. મી. ઝડપ છે. (પ-૧૮)

(11:42 am IST)