Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

વાંકાનેર તાલુકાના નાની સિંચાઇના કામોના ચેકની તપાસ કરવા માંગણી

વાંકાનેર, તા. ૩ : મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના વિવિધ ગામોમાં નાની સિંચાઇના કામોમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસમાં રાજય સરકારે નિમેલી તપાસ સમિતિના એન્ટી કરપ્શન તથા એલસીબી તથા કવોલિટી કન્ટ્રોલના અધિકારીઓ વાંકાનેર તાલુકામાં જે કામના કાગળ પર બિલો બની ગયા છે.

તે કામગીરી રાજકીય આગેવાની ભીંસથી આ ભ્રષ્ટાચારના વિરોધમાં સરધારકા, ખેરવા, કણકોટ, સિંધાવદર, રાતીદેવરી, પંચાસર, હશનપર સહિતના લુણસર વિસ્તારોમાં કામો કર્યા વગર બીલો બનાવીને વિવિધ ગામના ચેકો એક રાજકીય અગ્રણી દ્વારા એક અધિકારીને આ ભ્રષ્ટચારની રકમ પરત મળે તેના સિકયોરીટીરૂપે જે ચેકો અપાયેલ તે ચેકો પોલીસે કબ્જે કરેલ જે ચેકોની તપાસ કરવામાં આવે તો વાંકાનેર તથા બાંધકામ મંડળીઓના મોટા માથાઓના નામ ખુલવા પામે તેમ છે.

(11:39 am IST)