Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

બેટ દ્વારકામાં પોલીસકર્મી પર ગંભીર આક્ષેપ સાથે બ્રાહ્મણોની રેલી : મરીન પોલીસને આપ્યું આવેદન

કનડગત નહીં અટકે તો ઉપવાસ અને જરૂર પડ્યે આત્મવિલોપન સુધીની ચીમકી

યાત્રાધામ બેટ દ્વારકામાં પોલીસ કર્મચારીઓ પર ગંભીર આક્ષેપો સાથે બ્રાહ્મણોએ રેલી યોજીને ઓખા મરિન પોલીસને આવેદન આપવામાં આવ્યુ હતું  બ્રાહ્મણો દ્વારા રેલી સ્વરૂપે આવેદન આપીને આક્ષેપ કરાયો છે કે બેટ દ્વારકા મંદિરના ફરજ પરના પોલીસ કર્મચારીઓ રોજના રોજ કોઇ મુદ્દે બ્રાહ્મણો અને તેમના યજમાનોને હેરાન પરેશાન કરે છે. જેથી બ્રાહ્મણો અને યજમાનોમાં ડરનો માહોલ સર્જાયો છે. જેથી બ્રાહ્મણોએ ચીમકી ઉચ્ચારી છેકે જો પોલીસ કર્મચારીઓની આ કનડગત નહીં અટકે તો ઉપવાસ કરાશે. અને જરૂર પડ્યે આત્મવિલોપન સુધીની ચીમકી ઉચ્ચારાઇ

(10:35 pm IST)