Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જામનગરમાં સંત નિરંકારી ફાઉન્ડેશન દ્વારા રેલ્વે સ્ટેશને સફાઇ હાથ ધરાઇ

જામનગર, તા. ૩ : સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન સામાજિક કાર્યોમાં યોગદાન આપી રહેલ એક સંસ્થા છે જેની વિચારધારાનો પ્રાથમિક ઉદેશ્ય સમસ્ત માનવીની નિષ્કામ સેવા છે.

રાષ્ટ્રને સશકત બનાવવાની નિરંતરતામાં ર ઓટોકબરના રોજ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા જામનગર સહિત એક દેશવ્યાપી સફાઇ અભિયાન હેઠળ  સદ્ગુરૂ માતા સુદીક્ષા જી નાં આર્શીવાદથી ૩પ૦ થી વધુ રેલ્વે સ્ટેશનો અને સદસ્યોએ જામનગરમાં ગાંધીનગર સ્થિત રેલ્વે સ્ટેશન પર સફાઇ કરીને ચમકાવેલ. આ સફાઇ અભિયાન ભારત ભરની રેલ્વે સ્ટેશનો, પર એક સાથે શરૂ કરવામાં આવેલ. ત્યારબાદ પ્લાસ્ટીકનાં દુષણનો નાશ કરવા તેમજ સ્વચ્છતા પ્રત્યે સજાગ રહેવા પ્રતિજ્ઞા લીધેલ હતી.

સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી સુમષભાઇ જોષી તેમજ નગરસેવિકાશ્રીમતી અલ્કાબા જાડેજાએ ઉપસ્થિત રહી ફાઉન્ડેશનનાં લોકઉપયોગો યોજીને માનવતાનું કાર્ય કરે છે જે પ્રશંસાને પાત્ર છે.

વિનામૂલ્યે દાંતનો કેમ્પ

રંગુનવાલા ટ્રસ્ટી યાદી જણાવે છે કે શનિવાર તા. ૦પ ના સવારે રંગુનવાલા હોસ્પીટલ (કાલાવડ ગેઇટ પાસે ફોન નં. રપપ૮૭૪૭) માં દાંતનો વિનામૂલ્યે કેમ્પ રાખવામાં આવેલ છે. દાંતનાં નિષ્ણાંત ડો. ચાંદની કુંડલીયા (બી.ડી.એસ.) તથા તેમની ટીમ સેવા આપશે. જેમાં સડેલા તથા હલતા દાંત કાઢી આપવામાં આવશે તેમજ દાંતનું નિદાન કરી યોગ્ય દવા આપવામાં આવશે. આ વિના મૂલ્યે દંતયજ્ઞનો સર્વે ગરીબ જરૂરીયાતમંદોએ લાભ લેવા અપીલ કરાઇ છે.

હરસ, મસા અને ભગંદર રોગ માટે વિનામૂલ્યે ચિકિત્સા

શ્રી સાંઇ મહેશ્વર ચિકિત્સા સેવા મંડળ તરફથી રવીવારે તા. ૦૬ સવારે ૧૦ વાગ્યે શ્રી શિરડી સાંઇ ધામ, બાલનાથ મહાદેવ મંદિ, મોરકંડા રોડ, કાલાવડ નાકા બહાર, જામનગરમાં, હરસ, મસા અને ભગંદર જેવા રોગો જેમાં મળમાર્ગમાં થતા મસા, ફોડકી, ચીરા, રકતસ્ત્રવ, રસી, બળતરા, દુખાવો, ખંજવાળા, સોજા જેવી અનેક તકલીફો થી પીડિત દર્દીઓ માટે ચિકિત્સા કેમ્પનું આયોજન કરેલ છે. હરસ, મસા અને ભગંદર રોગો અતિપીડા આપનાર રોગો છે આ રોગો ઉત્પન્ન થવાના મુખ્ય કારણો અને આ રોગોને કાબુમાં રાખવા સ્વસ્થ જીવનશૈલી અને આહાર-વિહાર સંબંધી ઉપયોગી માહિતીની જાણકારી અને માર્ગદર્શન પણ આ કેમ્પમાં આપવામાં આવશે. વધુ માહિતી માટે સાઇ માહેશ્વર ચિકિત્સા સેવા મંડળના પ્રેસીડેન્ટ મોતીલાલ દાસવાણી મો. ૯૪ર૭પ ૭૪૪૪૧ પર સંપર્ક કરવો.

(1:11 pm IST)