Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગાંધી જયંતિ નિમિતે જામનગરની મહાનગરપાલિકાને અર્પણ

સ્વચ્છતાના ઢોલ વગાડતી સરકાર અને તેના તંત્રો ગાંધી જયંતિ કેવા નાટકો કરે છે તે ગાંધી જયંતિના દિવસે જ લીધેલી ઉપરોકત તસ્વીરો સાબીત કરી આપે છે. એક તરફ લાલબંગલા સર્કલમાં પ્લાસ્ટિક બંધ કરવા અને સ્વચ્છતા અંગેનો મહાનગરપાલિકા અને સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો અને તેના સમિયાણા આસપાસ સફાઇ કરી જંતુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવેલ....કારણ કે આ કાર્યક્રમમાં આપણા કહેવાતા નેતાઓ અને સરકારી અધિકારીઓ પ્લાસ્ટિક બંધ કરવા અને સ્વચ્છતા ભાષણ કરવા આવવાના હતા...જયારે બીજી તરફ તળાવની પાળના ભુજીયા કોદા સામેના ગેઇટ પરના બેડસ્ટબીન અને તેની આસપાસ ગંદકી તો પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે સરકારી વસાહત અને જજ બંગલા પાસેની આ ગંદકીઓ જામનગર મહાનગરપાલિકાના નાટકનો પર્દાફાશ કરી રહી છે.... સોશ્યલ મિડીયામાં ગઇકાલથી ઉપરથી આવેલી પોસ્ટો મુકીને વાહવાહી મેળવતા શાસક જુથના રાજકીય હોદેદારો અને કાર્યકરો દરરોજ અહિંથી પસાર પણ થતા હોયછે...અને તળાવની પાળે નિયમિત રીતે પોતાની તબીયતને સાર રાખવા આવતાહોય તેને આ ગંદકીથી બીજાની તબીયત બગડે તેની પરવા હોય તેવું જણાતુ નથી...માત્રને માત્ર દેખાડો અને સસ્તી પ્રસિદ્ધીમાં માહેર પ્રજાસેવકો ઉકાળા વિતરણ કરી સંતોષ મેળવે છે...પરંતુ જો ખરા અર્થમાં પ્રજાની તંદુરસ્તીની ખેવના રાખતા હોય તો પોતાના વિસ્તાર અને શહેરની હાલની ગંભીર સમસ્યાા એવી ગંદકી... ડસ્ટબીનો ના કચરાનો સમયસર નિકાલ અને વરસાદી પાણીના નિકાલ માટે સજાગ રહેવું જોઇએ....તો આ રોગથી બચવા માટેના ઉકાળા કે જનજાગૃતિના નાટકો કરવાની જરૂરીયાત જ ઉભી ન થાય....(તસ્વીરઃ વિશ્વાસ ઠકકર)

(1:08 pm IST)