Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

કાજરડાના આધેડની નદીમાંથી લાશ મળી

માળીયા મિંયાણાના કાજરડા ગામના આધેડ જાકુબભાઇ જુમાભાઇ જેડા (ઉ.વ. પપ) બે દિ' પહેલા વરસતા વરસાદે ઘરે જવા નીકળેલ ત્યારે મચ્છુ નદીના પાણીના વહેણમાં તણાઇ ગયા બાદ ત્રીજા દિવસે ચીખલી ગામે રણ વિસ્તારમાંથી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા કાજરડાના તલાટી મંત્રી કાદરીબાપુ, સરપંચ અલ્લારખાભાઇ ઘટના સ્થળે દોડી ગયા હતા. માળીયા મિંયાણાના જમાદાર પરાક્રમસિંહ ઝાલાએ લાશને પી.એમ. માટે હોસ્પીટલે ખસેડી હતી. (તસ્વીર-અહેવાલઃ રજાક બુખારી માળીયા મિંયાણા)

(12:18 pm IST)