Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

કંડલા ઝોનના કોન્ટ્રાકટરને પાંચ લાખ રૂપિયાની ખંડણી ચૂકવવા નહીં તો ખૂન કરી નાખવાની ધમકીથી ચકચાર

ભુજ, તા.૩: કંડલા ઇકોનોમિક ઝોનમાં ફેબ્રિકેશનનો કોન્ટ્રેકટ બિઝનેસ ધરાવતા કોન્ટ્રાકટરને અપાયેલી ધમકીએ ચકચાર સર્જી છે. આ અંગે પોલીસને કરાયેલી ફરિયાદમાં મૂળ બિહારના અને હાલેઙ્ગ ગાંધીધામ નજીક અંતરજાળ ગામે રહેતા અખિલેશ બબન મિશ્રાએ પોતાને ફોન ઉપર પાંચ લાખ રૂપિયા ખંડણી ચૂકવવાની ધમકી અને જો રૂપિયા ન ચૂકવે તો ખૂન કરવાની ધમકી મળી હોવાનું જણાવ્યું છે. અલગ અલગ સમયે પોતાને મોબાઈલ ઉપર ત્રણ વખત ફોન આવ્યા હોવાનું અને ફોન કરનાર શખ્સે પોતાનું નામ ઉદ્દેસિંહ ઝાલા જણાવ્યું હોવાનું.પણ પોલીસ ફરિયાદમાં લખાવાયું છે.

(12:17 pm IST)