Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘવિરામ યથાવત

રાજકોટ તા.૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

જસદણ

જસદણઃ જસદણ પંથકમાં આજે ગુરૂવારે સતત બીજા દિવસે ભારે ઝાકળ વર્ષા થતા સવારમાં વાહન ચાલકોને વાહન હકારવામાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો આ પંથકમાં જાણે શિયાળાની ઋતુના આગમનની છડી પોકારાઇ રહી હોય એવું વાતાવરણ પણ સર્જાયુંઙ્ગહતું.

જામનગર

જામનગરઃ શહેરનુ આજનું હવામાન ૩૩ મહતમ, ૨૫ લઘુતમ, ૯૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૬.૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(12:14 pm IST)