Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી નુકસાનનો સર્વે કરી વળતર ચૂકવવા અર્જુનભાઇ મોઢવાડીયાની રજુઆત

પોરબંદર, તા. ૩ : પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી નુકશાન પામેલ પાક અને જમીનનું સર્વે કરી વળતર ચૂકવવા પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાની માંગણી કરીને કલેકટરને રજૂઆત કરી છે.

પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે તમામ નદી નાળાઓમાં પુરના પાણી ફરી વળ્યા હતાં. આ ભયંકર પુરના પ્રકોપથી પોરબંદર જિલ્લામાં જાનમાલ અને પાકને ભારે નુકશાન થયું છે. ખેડૂતો રાત દિવસ મહેનત કરીને મોરમ માટી દ્વારા જમીનો સુધારી અને પાક ઉત્પાદન લેવા કાી મજૂરી કરે છે. આ વરસાદના પુરથી પોરબંદર જિલ્લાના નદીકાંઠાના ગામોમાં જમીનોના મોટા પ્રમાણમાં ધોવાણ થયેલ છે. આ જમીનના ધોવાણની સાથે મગફળી અને કપાસ જેવા પાકને પણ ધોવાઇ જતા ખેડૂતોને મોટુ નુકશાન થયેલુ છે. આ ઉપરાંત નદીના પુરથી જાનમાલ સહિત ખેડૂતોને અકલ્પનિય નુકશાન થયેલ છે. નુકશાનીનું સર્વે કરાવી ખેડૂતોને તાત્કાલીક વળતર ચૂકવવા રજૂઆતમાં જણાવેલ છે.

(11:56 am IST)