Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મોરબી-વાંકાનેરની વાહન ચોરીમાં વોન્ટેડ અક્રમ કટિયા પકડાયો

મોરબી ત્રાજપર ચોકડી પાસેથી પેરોલ ફર્તો સ્કવોડે દબોચી લીધો

મોરબી તા.૩: મોરબી અને વાંકાનેરમાં વાહનચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને પેરોલ ફર્તો સ્કવોડે દબોચી લીધો હતો. નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની ઝુંબેશને પગલે એલસીબી પીઆઇ વી બી જાડેજાની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન અને મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં વાહનચોરીના ગુન્હામાં આઠ માસથી નાસતો ફરતો આરોપી અક્રમ ગફાર સીદીક કટિયા (ઉ.વ.૨૪) રહે સુરેન્દ્રનગર રતનપર વાળાને ત્રાજપર ચોકડીથી ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:28 am IST)