Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ઓખા-ભાણવડના નવાગામમાંથી જૂગાર રમતા મહિલા સહિત ૧૩ ઝડપાયા

ખંભાળીયા તા. ૩ :.. ઓખાના બર્માશેલ કવાર્ટર મફતીયાપરામાં આવેલા વસીલા ચોકમાં જાહેરમાં જૂગાર રમતા સુલેમાન ઇશાક ગજણ, વિશાલ રાજેશ બંદરી, મામદ ગગુ ચાવડા, રાહુલ મુળજી તાવડીવાળાને રોકડા રૂ. ૯૦૦ સાથે ઓખા મરીન પોલીસે ઝડપી લીધા હતાં. જયારે ભાણવડના નવાગામ ટીંબામાં જૂગાર રમતાં હમીર નારણ કટારીયા, ભરત રામજી બગડા, અશ્વિન કારા સોલંકી, ભીખા રામા બગડા, શાંતીબેન કારાભાઇ સોલંકી, જીવીબેન મંગાભાઇ બાટા, મુકતાબેન અમરસી કટારીયા, કવીબેન વિનોદભાઇ તન્ના, નાગલબેન રામાભાઇ મકવાણા તમામને રોકડા રૂ. પ૩૧૦ ની મતા સાથે ભાણવડ પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:24 am IST)