Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ગોંડલ પોલીસ કચેરીમાં ભગવતસિંહજીની તસ્વીરને પુષ્પહાર પહેરાવી પુન સ્થાપિત કરાઈ :એસપીએ દિલગીરી વ્યક્ત કરી

 

ગોંડલ સિટી પોલીસ મથકમાં મહારાજા સર ભગવતસિંહજીની તસ્વીર હટાવ્યાની ઘટના બાદ વિવાદ ઉગ્ર બનતા જિલ્લા પોલીસ વડા અલ્ટીમેટમના પગલે તુરંત ગોંડલ દોડી આવ્યા હતા, ધારાસભ્ય ગીતાબા જાડેજા સાથે મુલાકાત કરી વર્તમાન મહારાજા જ્યોતિન્દ્રસિંહજીના નિવાસસ્થાને પેલેસે જઈ દિલગીરી વ્યક્ત કરી હતી

  બાદમાં સીટી પોલીસ મથકે ધારાસભ્ય ગીતાબા જાડેજા, યુવરાજ હિમાંશુસિંહજી સહિતનાઓની હાજરીમાં મૂળભૂત જગ્યાએ મહારાજા સર ભગવતસિંહ તસવીર યથાવત રાખવી ફૂલહાર ચડાવી સન્માનિત કરતા વિવાદ થમી જવા પામ્યો હતો

(10:44 pm IST)