Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ગોંડલના રાજવી ભગવતસિંહજીની તસ્વીર હટાવાતાં લોકરોષ ભભૂક્યો

ધારાસભ્ય ગીતાબા જાડેજાની આગેવાનીમાં ડે ,કલેકટર સમક્ષ ઉગ્ર રજૂઆત :24 કલાકમાં તસ્વીરને એસપી બલરામ મીણા પુષ્પહાર કરી માફી ન માંગે તો ઉગ્ર લડતની ચીમકી

રાજકોટ :ગોંડલના પ્રજાવત્સલય લોકપ્રિય રાજવી ભગવતસિંહજીનો ફોટો એસપી મીણા દ્વારા ગઈકાલે રાત્રે હટાવાતાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ ડે ,કલેક્ટરને આવેદન આપીને 24 કલાકમાં એસપી બલરામ મીણા ગોંડલ આવીને ભગવતસિંહજીના ફોટાને ફુલહાર નહિ કરી જાય તો ગોંડલ બંધ સહિતના કાર્યક્રમોની વણઝાર શરુ થશે

   ગોંડલ ખાતે ચોંકાવનારો વિવાદ શરુ થયાની વિસ્તૃત વિગત જોઈએ તો ગઈકાલે રાત્રે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે જે પોલીસ કચેરીનું ઉદ્ધઘાટન થયું છે તે પોલીસ કચેરીમાં ગોંડલના લોકપ્રિય રાજવી ગોંડલના વિકાસના સ્વપ્ન દ્રસ્ટા અને પરદુઃખભંજન રાજવી તરીકે આજે પણ તમામ જ્ઞાતિના લોકોના હૃદયમાં બિરાજતા ગોંડલના રાજવી ભગવતસિંહજીની તસ્વીર અનેરા માન સન્માન સાથે પોલીસ સ્ટેશનમાં સ્થાપિત કરવામાં આવી હતી

  ગઈકાલે રાત્રે જિલ્લા પોલીસવડા બલરામ મીણાની કહેવાતી સીધી સૂચના બાદ આ તસ્વીર હટાવાતાં પોલીસબેડામાં તથા ગોંડલની તમામ જ્ઞાતિના લોકોમાં ભારે રોષની લાગણી જન્મી હતી આજે ભારે રોષની લાગણી વચ્ચે સાંજે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના વડપણ હેઠળ એક વિશાળ રેલી સ્વરૂપે લોકો ડે ,કલેકટર કચેરી ખાતે ધસી ગયા હતા અને સમગ્ર ગોંડલની જનતાની લાગણી દુભાણી છે ગોંડલની પ્રજા માટે દેવતા સ્વરૂપ રાજવી ભગવતસિંહજીની તસ્વીરને પુરા માન સન્માન સાથે પોલીસ કચેરીમાં પુન સ્થાપન કરી ખુદ એસપી બલરામ મીણા પુષ્પહાર કરી અને નહિ કરે તો ગોંડલની પ્રજાનો રોષ ભભૂકી ઉઠશે અને તેના માટેની સમગ્ર જવાબદારી વગર વિચાર્યે આ કૃત્ય કરનાર જિલ્લા પોલીસવડા બલરામ મીણાની રહેશે તેમ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા,સહિતના આગેવાનોએ રોષભેર જણાવ્યું હતું

   આજે ડે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ધારાસભ્ય ગીતાબા જાડેજા,પાલિકાના હોદેદારો,નગરસેવકો ગોંડલના તમામ સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે એ જો 24 કલાકમાં પોલીસ તંત્રવાહકો અધિકરી ભૂલનું પ્રયાશ્યાતાપ નહિ કરે તો ગોંડલમાં ઉગ્રતા સાથે લડતના મંડાણ થશે ગોંડલના તમામ સમાજના લોકો ,રાજ પરિવારના સદસ્યોની લાગણીને કારમો ધક્કો પહોંચાડતા આ કૃત્ય અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત તથા જાણ કરીને પગલાં લેવા જણાવ્યું છે

(8:25 pm IST)