Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

જૂનાગઢના પ્રદીપભાઈ ખીમાણીની પ્રતિષ્ઠીત 'રાષ્ટ્રીય પ્રગતિ એવોર્ડ' માટે પસંદગી

 જૂનાગઢ, તા. ૩ :. ઓલ ઈન્ડીયા બીઝનેસ ડેવલપમેન્ટ એસોસીએશન દ્વારા સમાજ માટે વિશિષ્ટ પ્રદાન કરનારા અગ્રણીઓને દર વર્ષે અપાતા 'રાષ્ટ્રીય પ્રગતિ એવોર્ડ' માટે જૂનાગઢના અગ્રણી શિક્ષણવિદ્દ, સરસ્વતી સ્કૂલના સંચાલક તથા પાંચ વિષયમાં એમ.કોમ.ની પદવી મેળવનાર પ્રદીપભાઈ ખીમાણીની પસંદગી કરવામાં આવી છે.

શિક્ષણના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર પ્રદીપભાઈ ખીમાણીની કામગીરીની નોંધ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા 'ઓલ ઈન્ડીયા બીઝનેસ ડેવલપમેન્ટ એસોસીએશન' દ્વારા લેવામાં આવી છે.

ઓલ ઈન્ડીયા બીઝનેસ ડેવલપમેન્ટ એસોસીએશન દ્વારા તા. ૩૦ નવેમ્બરના રોજ દિલ્હી મુકામે સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે તેમાં 'Outstanding Contribution to National Economic &  Social Development' વિષય પર વકતવ્ય આપવા માટે પ્રદીપભાઈ ખીમાણીને નિમંત્રણ પણ આપવામાં આવ્યું છે.  આ સેમીનારનું ઉદ્દઘાટન કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવશે અને તેમાં દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ, વેપારીઓ તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

શ્રી પ્રદિપભાઇ ખીમાણીને આ અગાઉ અગિયાર રાષ્ટ્રીય/ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળી ચુકયા છે. (૧) ભારત જયોતિ એવોર્ડ, (ર) બેસ્ટ સીટીઝન ઓફ ઇન્ડિયા એવોર્ડ, (૩) રાષ્ટ્રીય રત્ન એવોર્ડ, (૪) રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ, (૫) ઇંદિરા ગાંધી સદભાવના એવોર્ડ, (૬) ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધી યર એવોર્ડ, (૭) પ્રાઇડ ઓફ  ઇન્ડિયા એવોર્ડ, (૮) ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર મીલેનીયમ એવોર્ડ, (૯) ભારત જયોતિ પુરસ્કર, (૧૦) ઇન્ડિયા શીક્ષા રત્ન એવોર્ડ, (૧૧) ગ્લોરી ઓફ ઇન્ડિયા એવોર્ડ મળ્યો છે.

(4:16 pm IST)