Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

અમરેલીમાં કંસારા રાસ-ગરબા સ્પર્ધા યોજાઇ

પ્રથમ અમદાવાદ, દ્વિતીય મહુવા અને તૃતિય સ્થાને ભાવનગરનું મહિલા ગ્રુપ વિજેતા

ધ્રોલ તા. ૩ :.. અમરેલી કંસારા સમાજના સહયોગથી અમરેલીના સ્પોર્ટસ ગ્રુપ ઓફ કંસારા આયોજીત કંસારા મહિલા રાસ-ગરબા, સ્પર્ધા તા. ૩૦-૯-૧૮ ના દીલીપભાઇ સંઘાણી, સાંસ્કૃતિક હોલ ખાતે જ્ઞાતિના આગેવાનો યુવાનો તથા બહેનોની વિશાળ સંખ્યાની હાજરીમાં ખીચોખીચ ભરાયેલા આ હોલ ખાતે અમરેલી માર્કેટીંગ યાર્ડના ચેરમેન પી. પી. સોજીત્રાના વરદ હસ્તે દીપ પ્રાગટય કરીને નિર્ધારીત સમયે શરૂ કરવામાં આવેલ.

આ રાસ-ગરબા સ્પર્ધામાં સૌરાષ્ટ્ર-ગુજરાતની બાર ગ્રુપની બાળાઓ દ્વારા સુંદર રાસ-ગરબાઓ રજૂ કરવામાં આવેલ. જેમાં પ્રથમ નંબરે (૧) અમદાવાદ ગ્રુપ, બીજા નંબરે મહુવા ગ્રુપ અને ત્રીજા નંબરે ભાવનગર ગ્રુપની બાળાઓએ મેળવેલ હતો. આ ત્રણે ગ્રુપની બાળાઓને આયોજકો તરફથી રોકડ પુરસ્કાર દ્વારા નવાજવામાં આવેલ.

કાર્યક્રમનો શુભારંભ નાની-નાની બાળાઓના સ્વાગત દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ જ્ઞાતીના અગ્રણીઓ અતિથી વિશેષ શ્રીઓનું સ્વાગત કરવામાં આવેલ. આ સ્પર્ધામાં નીર્ણાયકો તરીકે (૧) ચારૂલતાબેન ઝીંઝૂૂવાડીયા (ર) શીવાનીબેન વ્યાસ (૩) રીટાબેન કાનાબારે સેવાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આશાબેન ખાખી, રાજકોટ તથા મયુરભાઇ ગોરડીયાએ કર્યુ હતું.

કંસારા સ્પોટર્સ ગ્રુપ દ્વારા જ્ઞાતિની બાળાઓ માટે યોજાયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસંગે સૌરાષ્ટ્રના ખુણે ખુણેથી જ્ઞાતીજનોએ હાજરી આપી હતી. અને આ પ્રસંગે ઉદાર દીલે આર્થિક સહાય કરી હતી. આ પ્રસંગે ઉદઘાટક શ્રી પી. પી. સોજીત્રાએ તેમના એન્જલ ઇન્ફા સ્ટ્રકચર તરફથી રૂ. ૧૧,૧૧૧ તથા દરેક ગ્રુપની બાળાઓને રૂ. એક-એક હજારનું ડોનેશન જાહેર કરીને બાળાઓને પ્રોત્સાહીત કરેલ.

સ્પોર્ટસ ગ્રુપના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળતાના શીખરે પહોંચાડેલ. કાર્યક્રમના અંતે તમામ જ્ઞાતિજનોએ સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ. (પ-૧૦)

 

(12:05 pm IST)