Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓ ચાલુ રાખી પૂ. ગાંધીજીની જન્મ જયંતિની શાનદાર ઉજવણી કરાઇ

ખંભાળીયા, તા. ૩ : ર ઓકટોબરના ગાંધી જયંતિના દિને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી તથા ખાનગી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ભારે ઉત્સાહપૂર્વક ગાંધી જય઼તીની ઉજવણી કરવામાં આવી હતી.

દરેક શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતાના નારા સાથે પ્રભાતફેરી કાઢીને ગ્રામજનો તથા શહેરીનારિકોને જાગૃત કર્યા હતાં તથા પ્રાર્થનામાં પ્રાસંગિક પ્રવચનો, વિવિધ સ્પર્ધાઓ, ગાંધીજીનીના જીવન કવન વિશે જાણકારી, ચિત્ર સ્પર્ધા, સુલેખન સ્પર્ધાઓ યોજાઇ હતી તથા ગાંધીજીના પ્રિય ભજનો વૈષ્ણવજન તથા રઘુપતિ રાઘવ જેવા ભજનો ગવાયા હતાં.

ગાંધી જયંતિના દિવસે બાળકોએ ગાંધીજીની વેશભૂષા ધારણ કરી હતી તો ગાંધી નાટકો પણ થયા હતા, જેમાં સમગ્ર જિલ્લાના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જિલ્લાના અધિકારીઓ જોડાયા

ખંભાળીયામાં ગાંધી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

સવારે જોધપુર ગેઇટ ચોકમાં ગાંધીજીની પ્રીતમાને ફુલહાર કરીને પ્રભાતફેરી સ્વાગતાના નારા સાથે જોધપુર ગેઇટથી નગર ગેઇટ થઇ બગીચામાં યોગ હલ પહોંચી હતી જયાં ગાંધીજીના જીવન ચરિત્ર પર આધારીત તથા ગાંધીજીના વિચારો રજુ કરતું નાટક વિજય ચેરી. હાઇસ્કૂલ તથા દા.સું. ગર્લ્સ હાઇસ્કૂલની બાળાઓએ રજૂ કર્યા હતાં તથા ઇશા પ્રણવભાઇ શુકલ સહિત બે વિદ્યાર્થીઓએ પ્રાસંગિક વકતવ્યો આપ્યા હતાં. કાર્યક્રમમાં ભાજપ અગ્રણી તથા પૂર્વ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, ભાજપ જિલ્લા પ્રમુખ કાળુભાઇ ચાવડા, ભાજપ યુવા અગ્રણી તથા જિ.પં.ના વિપક્ષી નેતા મયુરભાઇ ગઢવી, પાલિકા પ્રમુખ શ્રીમતિ શ્વેતાબેન શુકલ, શહેર યુવા પ્રમુખ અમિતભાઇ શુકલ, શહેર પ્રમુખ મનુભાઇ મોટાણી, જિલ્લા કલેકટરશ્રી જે.આર. ડોડીયા, નાયબ મકલેટરશ્રી ડી.સી. જોશી, મામલતદારશ્રી ચિંતન વેષ્ણવ, તાલુકા વિકાસ અધિકારી શ્રદ્ધાબેન ભટ્ટ, પાલિકા ચીફ ઓફીસરશ્રી એ.કે. ગઢવી, દા.સું. ગર્લ્સ સ્કૂલના પ્રિન્સીપાલ શ્રીમતિ પ્રજ્ઞાબેન આહીર વિ. ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમમાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રોત્સાહનરૂપે ઇનામો આપવામાં આવ્યા હતાં.(૮. ૬)

(12:04 pm IST)