Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

જસદણના પ્રતાપપુરમાં ૬ કરોડના ખર્ચે બનનાર વિજ સબ સ્ટેશન રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશકિતનો પુરાવો : સૌરભભાઇ પટેલ

જસદણ વિસ્તારના પડતર પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપતા કુંવરજીભાઇઃ જસદણ તાલુકાના પ્રતાપપુરમાં ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ભૂમિપૂજન

પ્રતાપપુર ખાતે ૬૬ કે.વી. સબ સ્ટેશનના ભૂમિપૂજનની તસ્વીરી ઝલક. (તસ્વીર - અહેવાલ : હસમુખ વસાણી - આટકોટ, વિજય વસાણી -  આટકોટ, ધર્મેશ કલ્યાણી - જસદણ)

જસદણ - સાણથલી - આટકોટ તા. ૩ : રાજયના ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે પ્રતાપપુર ગામે રૂ. છ કરોડના ખર્ચે બનનારૂ નવું વીજ સબ સ્ટેશન રાજય સરકારની દ્રઢ ઇચ્છાશકિતનો પુરાવો છે. જેનો સીધો લાભ આ વિસ્તારના ખેડૂતોને થશે.

ગાંધી જયંતીના પવિત્ર દિવસે મંત્રીશ્રી પટેલે દર વર્ષે રાજયમાં નવા ૧૫૦ વીજ સબ સ્ટેશનનું નિર્માણ કરવાની રાજય સરકારની નીતિ સ્પષ્ટ કરતા ઉમેર્યુ હતું કે આ માટેની વહીવટી પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવાશે. સુર્યશકિત કિશાન યોજનાની વિગતો રજુ કરતા આ યોજનાનો વધુ ને વધુ લાભ લેવા તથા વીજ ચોરી ન કરવા તેમણે ખેડુતોને ટકોર કરી હતી. સમગ્ર દેશના કોઇ પણ રાજય કરતાં વધુ સબ સ્ટેશનો ધરાવતા ગુજરાતમાં ખેડુતોને પૂરતી વીજળી મળશે. એવી હૈયા ધારણા પણ મંત્રીશ્રીએ ખેડુતોને આપી હતી.

ગ્રામગૃહ નિર્માણ, પાણી પુરવઠા, અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રતાપુર ગામનો લો વોલ્ટેજનો પ્રશ્ન હલ કરવા બદલ ઉર્જા મંત્રીશ્રીનો આભાર માન્યો હતો અને જસદણ વિસ્તારના નાગરીકોની નાની-મોટી સમસ્યાઓ અંગે યોગ્ય કરવા બાંહેધરી આપી હતી

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ પી.જી.વી.સી.એલના સ્ટાફની ઘટ અંગે સત્વરે જરૂરી કાર્યવાહી ખાત્રી આપી હતી લાંબા સમયના સિંચાઇ, રસ્તા, વિજળી, પશુપાલન, આરોગ્ય વગેરે વિભાગના પડતર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા બાબતે પણ મંત્રીશ્રી બાવળીયાએ હકારાત્ક વલણ અપનાવવાનું વચન આપ્યું હતું.

મંત્રીશ્રી સૌરભભાઇએ ૬૬ કે.વી સબ સ્ટેશનના ભૂમિ પુજનનું તકતી અનાવરણ કર્યુ હતું મંત્રીશ્રી સૌરભભાઇ તથા તમામ મહાનુભાવોનું ગાંધીજીની પ્રતિમા, શાલ અને પુષ્પહારથી સ્વાગત કરાયું હતું.

સંસદસભ્યશ્રી મોહનભાઇ કુંડારિયા તથા પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોઘરાએ પ્રાસંગિક પ્રવચનમાં જસદણ વિસ્તારના વિકાસ માટે રાજય સરકારે કરેલી કામગીરીની સરાહના કરી હતી.

ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જસદણ તાલુકાના પ્રતાપુર ગામ ખાતે ૬૬ કિલો વોટના સબ સ્ટેશનનું વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપુજન કર્યુ હતું ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા આયોજીત આ કાર્યક્રમનો દિપ પ્રાગટયથી શુભારંભ થયો હતો ચીફ ઇજનેરશ્રી એસ.એચ. ઉપાધ્યાયના સ્વાગત પ્રવચન બાદ આમંત્રિતોનુંઙ્ગ ગાંધી જયંતિ નિમિત્ત્।ે ખાદીના રૂમાલથી સ્વાગત કરાયું હતું. બ્રહમ કન્યા છાત્રાલય, આટકોટની બાળાઓએ આ પ્રસંગે સુંદર સ્વાગત ગીત રજુ કર્યુઙ્ગ હતું.

આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોઘરા, મામલતદારશ્રી ધાનાણી, તાલુકા વિકાસ અધિકારશ્રી બેલીમ, જસદણ શહેર ભાજપ પ્રમુખશ્રી અનિલભાઇ મકાણી, જેટકોના અધિકારીઓશ્રી બી.એન. ત્રિવેદી, તથા એન.એન. ભટ્ટ, સ્થાનિક અગ્રણીશ્રી ખોડાભાઇ ખસીયા, જેટકોના કર્મચારીઓ, આજુબાજુના ગામડાના સરપંચો, નાગરીકો વગેરે ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન ભરતભાઇ બોઘરા, ભાજપના કુંવરજીભાઇ બાવળીયા દ્વારા સરકારના વિકાસલક્ષી અભિગમ અને કાર્યક્ષેત્રની જાણકારી આપી હતી.

ગ્રામગૃહ નિર્માણ, પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રતાપપુર ગામનો લો વોલ્ટેજનો પ્રશ્ન હલ કરવા બદલ ઉર્જા મંત્રીનો આભાર માન્યો હતો અને જસદણ વિસ્તારના નાગરિકોની નાની-મોટી સમસ્યાઓ અંગે યોગ્ય કરવા બાંહેધરી આપી હતી. મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પી.જી.વી.સી.એલ.ના સ્ટાફની ઘટ અંગે સત્વરે જરૂરી કાર્યવાહીની ખાત્રી આપી હતી. લાંબા સમયના સિંચાઇ, રસ્તા, વીજળી, પશુપાલન, આરોગ્ય વગેરે વિભાગના પડતર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા બાબતે પણ મંત્રીશ્રી બાવળીયાએ હકારાત્મક વલણ અપનાવવાનું વચન આપ્યું હતું. મંત્રીશ્રી સોૈરભભાઇએ ૬૬ કે.વી. સબ સ્ટેશનના ભુમિ પુજનનું તકતી અનાવરણ કર્યુ હતું. મંત્રીશ્રી સોૈરભભાઇ તથા તમામ મહાનુભાવોનું ગાંધીજીની પ્રતિમા, શાલ અને પુષ્પહારથી સ્વાગત કરાયું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા પ્રતાપપુર(નવાગામ) નાં સરપંચશ્રી અને માજી સરપંચ ભનુભાઇ ડોબરીયા, મોહનભાઇ પારખીયા, આશિષભાઇ ભટ્ટ, ભગુભાઇ ગળચર, ધીરૂભાઇ મહેતા, સહિતના આગેવાનો ઉપરાંત જેટકોના શ્રી પટેલ, શ્રી સેલાણી, પી.જી.વી.સી.એલ.ના ધામેલીયા સાહેબ, આટકોટ જસદણના હિરાણી તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. શાસ્ત્રી આશિષભાઇ ભટ્ટના વૈદિક પુજનથી સફળ રહયો હતો.(૨૧.૮)

(12:03 pm IST)