Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

બે અઢી મહિનામાં મોરબી-ટંકારા પંથકમાં ખેડૂતોનું મહાસંમેલન : હાર્દિક પટેલ

મોરબી જીલ્લાના બગથળામાં સભા ગજવીઃ ખેડૂતોને હક માટે લડવા આહવાન

મોરબી, તા.૩: મોરબીના બગથળા ગામેં આજે એક દિવસના ઉપવાસ આંદોલન કર્યા બાદ હાર્દિક પટેલે સભા ગજવી હતી જેમાં ખેડૂતોને પોતાના હક માટે લડત આપવા આહ્વાન કરીને મોરબી-ટંકારામાં ખેડૂતોના મહાસંમેલન યોજવાની જાહેરાત કરી હતી

અમદાવાદના ઉપવાસ આંદોલન બાદ હાર્દિક પટેલે સારવાર લીધી હતી અને ફરીથી આંદોલનને ધમધમતું કરવા આજે મોરબીના બગથળા ગામથી આંદોલનને વેગવંતુ બનાવ્યું હતું જેમાં એક દિવસના ઉપવાસને પગલે સવારથી પાટીદારો ગામમાં ઉમટી પડયા હતા તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આપના પૂર્વ નેતા કનુભાઈ કલસરિયા તેમજ પાસ અગ્રણી મનોજ પનારા, ગીતા પટેલ તેમજ હજારો પાટીદારોની ઉપસ્થિતિમાં હાર્દિકે સવારથી સાંજ સુધીના ઉપવાસ કર્યા હતા.

તો ઉપવાસને અંતે સભા ગજવી હતી જેમાં ભાજપ સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ગેસના બાટલાનો ભાવ ૩૫૦ થી ૮૦૦ થયા પણ કપાસના પરંતુ કપાસના ભાવ ૮૦૦ થી ૧૫૦૦ નથી થયા જેમાં સરકાર કે નેતાઓનો વાંક નથી પરંતુ વાંક મારો અને તમારો છે કારણકે આપણે જ નેતાઓને ચૂંટીને મોકલ્યા છે ગુજરાતમાં સાત દિવસના પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરી છે ચાર માંગણીઓ માટે આજે પ્રતીક ધરણા કરવામા આવ્યા છેલ્લું ૧ વર્ષ મોરબી માટે કપરું રહ્યું જેમાં મોરબીમાં પીવાના પાણી અને સિંચાઇના પાણીની તકલીફ પડી રહી છે તેમ છતાં મોરબી જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવામાં નથી આવ્યો ગુજરાતના ૨૦૦ તાલુકામાં ૧ દિવસ ઉપવાસ કરી ખેડૂતોને લડત માટે આહ્વાન કરશે સરકારે ૧૦ કલાક વીજળી ની જાહેરાત કરી છે પરંતુ ૫ કલાક જ ગુજરાતમાં વીજળી મળે છે ખેડૂતના આકસ્મિક મૃત્યુ પર સરકારે ૨ લાખ રૂપિયાના સહાયની જાહેરાત કરી આમ સરકારનું સ્પષ્ટ માનવું છે કે સહાય જોઈતી હશે તો ખેડૂતે મરવું પડશે તો મોરબીમાં કેનાલ મુદે ખેડૂતો લડત ચલાવી રહ્યા છે જે મામલે જણાવ્યું હતું કે મોરબીની કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો કેનાલ પર પગપાળા ચાલી આંદોલન કરશે  આજે બગથળા ગામે સભાને સંબોધન કરતા હાર્દિકે મોટી જાહેરાત કરી હતી કે બે થી અઢી મહિનામાં મોરબી-ટંકારા વિસ્તારમાં જ ખેડૂતોનું મહાસંમેલન યોજશે જેમાં ત્રણ લાખ ખેડૂતોને એકત્ર કરીને ખેડૂતોની તાકાત દેખાડીશું દિલ્હીમાં ખેડૂતો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસના સેલ છોડાયા, પાણીનો મારો ચલાવવામાં આવ્યો ત્યારે સરકારને કહેવું છે કે જે દેશમાં ખેડૂત દુઃખી હોઈ તે દેશ કયારેય આગળ ના વધી શકે.

લોકસભા ચુંટણી લડવા મુદે આપ્યો જવાબ

આજે સભાને અંતે મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તે વારાણસીથી ચુંટણી લડશે તેવી ખોટી વાતો ભાજપ જ ફેલાવે છે જેથી તેનું ગુજરાતમાં રાજકીય અને સામાજિક મહત્વ ઘટી જાય તેમજ તેને જયાં સુધી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની શકિત ના હોય ત્યાં સુધી નેતા બની શકે નહિ તેમ જણાવ્યું હતું.

(4:12 pm IST)