Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન

સાવરકુંડલા-લાઠીના અકાળામાં વરસાદી ઝાપટા

રાજકોટ તા. ૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે.

આવા વાતાવરણ વચ્ચે કાલે સાવરકુંડલા  અને અમરેલીના અકાળામા વરસાદી ઝાપટા પડયા હતાં.

અમરેલીના લાઠીના અકાળામાં વરસાદ ઝાપટા પડયા હતાં. લાંબા સમય બાદ વરસાદની રી એન્ટ્રી થઇ હતી. વરસાદને કારણે ગામમાં પાણી વહેતુ થયું હતું. પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને ફાયદો થશે. જેથી ખેડૂતોમાં આનંદની લહેર છવાઇ ગઇ હતી.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ ર૩.પ, લઘુતમ ૩૭.પ, ભેજ ૯૩ ટકા પવન ૩.૪ કિ. મી. ઝડપ રહી હતી. (પ-૧૮)

(12:01 pm IST)