Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

કચ્છમાં ફોટો પડાવવાનાં ઉત્સાહમાં નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને ઢાંકી દીધી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.૩: કોઈ પણ કાર્યક્રમમાં પોતાની હાજરી દર્શાવવા નેતાઓ હમેંશા ફોટા પડાવવાની તાલાવેલીમાં હોય છે. પણ દ્યણીવાર નેતાઓની આ તાલાવેલી કાર્યક્રમ ના સ્થળ અને પ્રસંગનું વિવેકભાન વિસરાવી દે છે. ગાંધી જયંતીના પ્રસંગે ગાંધીધામ નગરપાલિકા દ્વારા 'બાપુ'ને અંજલી આપવાના કાર્યક્રમ ના ફોટાઓ સોશ્યલ મીડીયા માં ટ્રોલ થયા હતા. આ ફોટો જ બતાવે છે કે, જે 'બાપુ' ને યાદ કરીને અંજલી આપવામાં આવી હતી તે રાષ્ટ્રપિતા ને ઢાંકીને આ નેતાઓને પોતાને જ ફોટા માં દેખાવવા ની જાણે હોશ છે. ગાંધીધામ નગરપાલિકા દ્વારા ગાંધી જયંતીના યોજાયેલા કાર્યક્રમમા શહેરના પ્રથમ નાગરિક કાનજી ભર્યા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને અન્ય આગેવાનો ગાંધી પ્રતિમાને ઢાંકીને ફોટા પડાવવા પ્રતિમાની આડે આ રીતે ઉભા રહી ગયા હતા. આ તસવીર જોઈને હે રામ !! સિવાય બીજું શું કહીએ?(૨૨.૮)

(12:00 pm IST)