Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ભાડવાથી નારણકા ચોકડી સુધીના માર્ગનુ ટુંક સમયમાં કામ શરૂ કરાશે

કોટડાસાંગાણી, તા.૩: ભાડવાથી નારણકા ચોકડી સુધી નો ૭ કિલોમીટરનો માર્ગ વર્ષોથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડતો હતો જેની રજુઆત તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સીંધવ અને તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા પ્રતીપાલસીંહ જાડેજાએ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાને કરાતા તેઓએ કાર્યવાહી શરૂ કરાવતા વાહન ચાલકોમા હર્ષની લાગણી પ્રસરી છે.આ રોડ પર ચોમાસાના કારણે એક એક ફુટ સમા ગાબડાં પણ પડી ગયા છે. તેથી વાહન ચાલકો આ રસ્તે ચાલીને ત્રાસી ગયા હતા. પંદર થી વધુ ગામ ના લોકો અને સરકારી સ્કૂલોમાં નોકરી કરતા શિક્ષકો પણ આ રસ્તે થી અપડાઉન કરતા હોય તેમને પણ આ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો હતો કમનસીબે પંદર થી વધુ ગામ જેવાકે વાદીપરા. નવા રાજપીપળા. જુના રાજપીપળા. પાંચ તલાવડા. દેવળીયા. ભાડવા. ભાડુઈ. સર. ચિત્રાવાવ. નવાગામ. ખોખરી. સુકી સાજડીયારી. નારણકા. રાજપરા. ના લોકો ને જીલા મથક રાજકોટ તેમજ ઔધોગિક ક્ષેત્ર શાપર વેરાવળ જવા માટે આજ રસ્તે વાહન લઈને પસાર થવુ પડે છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકોને આ રસ્તા પર પસાર થવુ એક કોયડાની માફક બની ગયુ હતુ આ રોડ પર વાહનોની અવરજવર પણ વધુ રહેતી હોય છે ખરાબ રસ્તાને કારણે અકસ્માતો પણ બહુ સર્જાતા હતા. અને નવા વાહનો આ રસ્તે ચાલીને ખખડધજ સ્થિતિમા ફેરવાઈ જતા હોય છે. સાથે કમનસીબી વાત તો એ હતી કે આ માર્ગ ખરાબ હોવાથી આજુબાજુ ના ગામમા કોઈ આકસ્મિક ઘટનાઓ બને ત્યારે ઈમરજન્સી સેવાઓની ગાડીઓ પણ ખરાબ રસ્તાને કારણે મોડી પહોંચતી હતી. અને આ માર્ગ ગાડા માર્ગ કરતા પણ ખરાબ બન્યો છે. આ રોડ મંજુર થયેલ છે અને ટુંક સમયમાજ રોડની કામગીરી શરૂ કરી દેવાશે. રોડ ટેન્ડરીંગ પ્રક્રિયા પણ પુર્ણ થયેલ છે પરંતુ જે કંપનીને કોન્ટ્રાકટ અપાયો છે તેમનુ કામ કોટડાસાંગાણી તાલુકામાંજ અન્ય જગ્યાએ રોડની કામગીરી ચાલતી હોવાથી થોડો વીલંબ થયો છે જે કામ પુર્ણ થયે આ રોડની કામગીરી તુરંત શરૂ કરી દેવાશે.

 

 

(11:59 am IST)