Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ઓખા કેન્દ્રીય વિદ્યાલય સ્કુલમાં લેગ્વેજ લેબ ભાષા પ્રયોગશાળા

ઓખા કેન્દ્રીય વિદ્યાલય સ્કુલના પ્રીન્સીપાલ શ્રી અનિલકુમાર જૈન કે જેઓ છેલ્લા ૧૬ વર્ષથી કેન્દ્રીય વિદ્યાલય સંગઠનમાં સેવા બજાવી રહ્યા છે. ઓખા કે.વી. સ્કુલમાં ધો. ૧ થી ધો. ૧ર માં કુલ ૩૯ર વિદ્યાર્થીઓ સી.બી.એસ.સી.નો અભ્યાસ કરી રહ્યા છે. અહીં શિક્ષણ સાથે બાળકોમાં ટેલેનટ વિકાસ માટે વિવિધ કાર્યક્રમો તથા પ્રવૃતીઓ ચાલે છે. આ સ્કુલમાં લેગ્વેજ લેબનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સહાયક આયુકત કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અમદાવાદના ઉપાધ્યક્ષ આર. એમ. ભાભોરેના હસ્તે ભાષા પ્રયોગ શાળા લેબનો શુભ પ્રારંભ કર્યો હતો. અહીં એક સાથે ૩૦ કોમ્પ્યુટરમાં આ ભાષા અંગેનો અભ્યાસ કરાવવામાં આવશે. જેની વિગતવાર માહીતી શાળાના આચાર્ય શ્રી અનિલકુમાર જૈનસરે આપી હતી. આ લેબનો લાભ ઓખાની તમામ સ્કુલના બાળકોને પણ મળશે. અહીં પધારેલા ઉપાધ્યક્ષે ઓખા કે. વી. સ્કુલની શીક્ષણ નીરીક્ષણ કરી તમામ વર્ગ ખંડોનું નીરીક્ષણ કર્યું હતું. અને ધો. ૧૦ અને ધો. ૧ર ના વિદ્યાર્થીઓને રૂબરૂ મળી શીક્ષણ વિશેની સચોટ માહીતી આપી હતી.

(11:58 am IST)