Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

માળીયા મિયાણામાં ખેતરમાં ભેલાણ પ્રશ્ન તૈયબ કટીયા પર હૂમલો

ઇકબાલ, ઇલ્યાસ અને તૈયબ ભટ્ટી, સામે ગુનો

મોરબી, તા. ૩ : માળીયા મિયાણાના વાંઢ વિસ્તારમાં ખેતરમાં ભેલાણ બાબતે મુસ્લીમ યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ માળિયાના વાંઢ વિસ્તારના રહેવાસી તૈયબભાઇ વલીમામદભાઇ કટિયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે સાહેદની ભેંસો ફરીયાદીના ખેતરમાં વાવેલ જુવારના પાકમાં નુકશાન કરતા હોય જેની જાણ કરતા તે મનદુઃખ રાખી આરોપી ઇકબાલ ઇલીયાસ ભટ્ટી, ઇલ્યાસ અલ્લારખા ભટ્ટૃી અને તૈયબ અલીયાસ ભટ્ટી (રહે. બધા માળિયા) એ લાકડી અને ધારિયા તેમજ તલવાર લઇને મારવા દોડયા હતા અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી છે.

(11:52 am IST)