Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

કચ્છમાં છોકરીઓને વેચવાનું ષડયંત્ર : ૩ મહિલા સહિત ૭ની ધરપકડ

ઘરેથી નાસેલી છોકરીઓને ૩ જગ્યાએ લગ્નના નામે વેંચી : જાસમીન ઉર્ફે જીજ્ઞા માસ્ટર માઇન્ડ : મોબાઇલમાં ૨૦ છોકરીઓના ફોટા મળ્યાઃ કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરે ડ્રેસકોડ કર્યા જાહેરઃ ૧૦ ઓકટોબરથી મિનિ સ્કર્ટ્સ, શોર્ટ્સ પર પ્રતિબંધઃ દર્શન માટે આવનારા પુરૂષ અને મહિલા હવે ટુંકા કપડા પહેરીને ભગવાનના દર્શન નહીં કરી શકે

ભુજ તા. ૩ : ભુજ માંડવી રોડ ઉપર ખત્રી તળાવ પાસે આવેલી ચાની હોટલ ઉપર ચા પીવા માટે ઉભેલા છકડામાંથી ઉતરીને એક સગીરાએ પોતાને બચાવવાની બુમાબુમ કરતા સગીર કન્યાઓને બહારગામથી કચ્છમાં લઇ આવીને તેમને બળજબરીથી વેચવાનું ષડ્યંત્ર ખુલ્યું છે. માનકુવા પોલીસ અને ભુજ બી ડીવીઝન પોલીસે આ આખોયે કિસ્સો પ્રકાશમાં લાવતા સગીર દીકરીઓના કરાતી તસ્કરી અને તેમના વેચાણના આપણા હૃદયને ધ્રુજાવી દે તેવા કારનામા બહાર આવ્યા છે.

જેમાં ભુજની જાસમીન ઉર્ફે જિજ્ઞા માસ્ટર માઈન્ડ હોવાનું પોલીસ તપાસ માં ખુલ્યું છે. આ આખીયે ઘટના એવી છે કે, મૂળ ઝારખંડ ની સગીરા અનિતા (નામ બદલ્યું છે) પોતાના પિતાના મૃત્યુ બાદ વિધવા મા સાથે દિલ્હી રહેતી હતી જયાં તે ઝૂંપડપટ્ટીમાં રહેતા અન્ય યુવાન સાથે પરિચયમાં આવી તેના થી લગ્ન કરીને તે આસનસોલ કોલકત્તા રહેવા ગઈ. પણ, એક જ મહિના માં પતિ સાથે ઝઘડો થતા અનિતા ઘરેથી નસીને પરત મા પાસે દિલ્હી જવા રેલવે સ્ટેશને ગઈ જયાં તેને આરીફ આઝાદ શેખ અને તેની પત્ની મળ્યા તેઓ અનિતા ને સાંત્વના આપીને પોતાના ઘેર આસનસોલ લઈ ગયા. આરીફને ઘેર બીજી પણ એક યુવતી સોનુ (નામ બદલ્યું છે) હતી. દસેક દિવસ આ બન્ને દીકરીઓ નો વિશ્વાસ જીત્યા બાદ આરીફ અને તેની પત્ની તેમને ફરવાના બહાને ભુજ લઈ આવ્યા. અહીં તેમણે અનિતા અને સોનુ એ બન્ને નો સોદો જાસમીન ઉર્ફે જિજ્ઞા શાંતિલાલ પટેલ સાથે કર્યો.

આરીફ આઝાદ શેખ પશ્ચિમ બંગાળ માં થી ગરીબ દીકરીઓ ને લઈ આવીને અહીં તેમના લગ્ન કરાવવાનું દલાલ તરીકે કામ કરે છે એટલે તે જાસમીન ઉર્ફે જિજ્ઞા અને આવું જ કામ કરતા ભુજના નાગોરના પ્રેમજી બુધા મારવાડા સાથે સંપર્ક માં હોવાનું જાણવા મળી રહ્યું છે.

અનિતા અને સોનુ બન્નેને એ ખ્યાલ આવી ગયો કે તેઓનો સોદો આરીફે જાસમીન ઉર્ફે જિજ્ઞા સાથે કરી દીધો છે. છેલ્લા એક મહિના ની પોતાની આપવીતી પોલીસને કહેતા અનિતા એ જે ઘટસ્ફોટ કર્યો છે તે ચોંકાવનારો છે. સોનુ ને જાસમીન ઉર્ફે જિજ્ઞાએ બનાસકાંઠા માં લગ્ન ઉત્સુક પ્રૌઢને વેચી નાખી. પછી વારો આવ્યો અનિતા નો. પહેલા અનિતાને ભુજ તાલુકા ના એક યુવાન સાથે રૂપિયા લઈને પરણાવાઈ પણ યુવાન લફરેબાજ હોઈ અનિતા એ જાસમીન ઉર્ફે જિજ્ઞા ને પરત લઈ જવા દબાણ કર્યું. ફરી જાસમીન ઉર્ફે જિજ્ઞા અનિતાને પરત લઈ આવી અને બનાસકાંઠા માં રૂપિયા લઇ તેને પ્રૌઢ સાથે પરણાવી દીધી.

અનિતા આ લગ્નથી નારાજ હોઈ મરવાની વાત કરતા આ પ્રૌઢ તેને પરત જાસમીન ઉર્ફે જિજ્ઞા પાસે મૂકી ગયો. ત્યાર બાદ અનિતા ને પવન બા નામ આપીને રૂપિયા લઈ તેના લગ્ન મુન્દ્રા ના વિરાણીયા ગામ ના પ્રૌઢ ગુલાબસિંહ માધુભા જાડેજા સાથે કરાવ્યા અને ગુલાબસિંહ ને ઘેર તેને છકડામાં મુકવા જઈ રહ્યા હતા ત્યારે ચાની હોટલ પાસે અનિતાએ બુમાબુમ કરતા આ કિસ્સો પોલીસ પાસે પહોંચ્યો અને સગીર કન્યાઓની તસ્કરી અને વેચાણનું ષડ્યંત્ર ખુલ્યું. જિજ્ઞા મુન્દ્રા ના ભુજપુર ગામની છે, તેનું સાચું નામ જાસમીન ફકીરમામદ લંઘા છે,તે ભુજ ના કેમ્પ વિસ્તાર માં રહેતા શાંતિલાલ પટેલ ને પરણી છે અને તેનું નામ જાસમીન માંથી જિજ્ઞા કર્યું છે.

ભુજ બી-ડીવીઝન પોલીસે કોલકાતાના આસનસોલના આરીફ આઝાદ શેખ, ભુજની જાસમીન ઉર્ફે જિજ્ઞા શાંતિલાલ પટેલ તે ઉપરાંત આવી સગીરા કન્યાઓ ના લગ્ન કરાવતા ચર્ચાસ્પદ શખ્સો પ્રેમજી બુધા મારવાડા, તેની પત્ની વિજયમાલા પ્રેમજી મારવાડા (રહે. નાગોર, ભુજ),ઙ્ગ શરીફાબેન કાસમશા સૈયદ(મીરઝાપર, ભુજ), ઇબ્રાહિમ આમદ લંઘા (ટોડા, મુન્દ્રા), હુસેન ભચા સમાં (તુગા, ખાવડા) વિરુદ્ઘ ગુનો દાખલ કર્યો છે. પોલીસને જાસમીન ઉર્ફે જિજ્ઞાના મોબાઈલ માં થી ૨૦ જેટલી સગીર દીકરીઓ ના અને યુવતીઓના ફોટા મળી આવતા સગીર કન્યાઓની તસ્કરી અને વેચાણ નું નેટવર્ક મોટું હોવાનું પોલીસ માની રહી છે.(૨૧.૧૨)

(11:52 am IST)