Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

વિસાવદરમાં અનોખો વિરોધ : લસણની બોરી સાથે પેટ્રોલ પુરાવવા પહોંચ્યા ધારાસભ્ય હર્ષદ રીબડીયા

પેટ્રોલ પંપ પર એક બોરી લસણના બદલામાં એક લીટર ડીઝલ પુરાવ્યું:ખેડૂતો પણ જોડાયા

 

વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ  લસણના ભાવ તળિયે ગગડતા અને પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત વધારાનો નવતર વિરોધ નોંધાવ્યો હતો.

 લસણની કિંમતના ભાવ મળવા અંગેનો વિરોધ કરવા માટે વિસાવદરના ધારાસભ્ય તેમજ પ્રદેશ કિસાન સેલના અધ્યક્ષ હર્ષદ રિબડિયા ટ્રેકટ્રરમાં એક બોરી લસણ ભરીને પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યો હતા. પેટ્રોલ પંપ પર તેમણે એક બોરી લસણના બદલામાં એક લીટર ડીઝલ પુરાવ્યું હતું. તેમની સાથે અન્ય ખેડૂતો પણ જોડાયા હતા.

    ખેડૂતના પરિધાનમાં આવી પહોંચેલા ધારસભ્યએ લસણના ઓછા ભાવની સાથે સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભાવ વધારાનો પણ વિરોધ કર્યો હતો. ધારાસભ્યનું કહેવું હતું કે એક તરફ ખેડૂતોને પાકના ભાવ નથી મળી રહ્યા જ્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યોછે 

(1:16 am IST)