Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ધોરાજી નગરપાલિકાના કોંગ્રેસ સાસિત સુધરાઇ સભ્યએ લાઈટ તેમજ સફાઈ વેરા અંગે વિરોધ નોંધાવ્યો

સમગ્ર શહેરમાં શેરીએ શેરીએ સ્ટ્રીટલાઈટ તેમજ શેરીએ-શેરીએ સફાઈની કામગીરી ઉપલબ્ધ થયા પછી જ નવા લાઈટ વેરા તેમજ સફાઈ વેરા લોકો ભરશે: દિલીપભાઈ જાગાણી (વોર્ડ નંબર સાત ના સુધરાઇ સભ્ય)

ધોરાજી: ધોરાજી નગર પાલીકામાં હાલમાં કોંગ્રેસનું શાસન છે ત્યારે ધોરાજીના વોર્ડ નંબર સાત માં વિજેતા થયેલ કોંગ્રેસના સુધરાઇ સભ્ય દિલીપભાઈ મોહનભાઈ જાગાણીએ ધોરાજી નગર પાલિકાના મુખ્ય અધિકારીને પત્ર પાઠવતા જણાવેલ કે ધોરાજી નગરપાલિકા દ્વારા નવા વેરા લાઇટ વેરો તેમજ સફાઈ વેરો નાબીલો ધોરાજીની જનતાને આપવામાં આવ્યા છે ત્યારે તેને જે અંગે વિરોધ નોંધાવ્યો હતો કે પહેલા ધોરાજીના દરેક વિસ્તારમાં શેરીએ શેરીએ સફાઈ થાય અને ધોરાજીના દરેક વિસ્તારમાં શેરીએ-શેરીએ સ્ટ્રીટલાઈટ નાખવામાં આવે પછી જ વેરાની અમલવારી કરવામાં આવે...?
ધોરાજી શહેરમાં લાઈટ તેમજ સફાઈ બાબતની સુવિધા ઉપલબ્ધ થયા પછી જ વેરાની અમલવારી કરવામાં આવે તે અંગે રજૂઆત કરી હતી
વધુમાં દિલીપભાઈ જાગાણી એ ચીફ ઓફિસરને રજુઆત કરતા જણાવેલ કે હાલમાં ધોરાજી શહેરની જનતા ને અનેક સમસ્યાઓ વધી રહી છે ત્યારે હાલ પૂરતું લાઈટ વેરો તેમજ સફાઈવેરો માં સુધારો કરી લોકોને સુવિધા મળે પછી જ આ બંને નવા વેરાઓ અમલવારી કરવી જે અંગે રજૂઆત કરી હતી
પત્રકારોને માહિતી આપતા જણાવેલ કે ધોરાજી નગરપાલિકા માં જે નવા વેરા ની અમલવારી કરી છે એ પૂર્વે ધોરાજીની અનેક સંસ્થાઓએ તેમજ મેં પણ ધોરાજી નગરપાલિકા માં નવાબે વેરા નો વિરોધ નોંધાવ્યો છે હાલમાં ધોરાજી નગરપાલિકા દ્વારા શહેરની તમામ વિસ્તારોમાં સુવિધા ઓ પૂરતા પ્રમાણમાં નથી તેમ જે રીતે  સફાઈ થવી જોઈએ તે પૂરતા પ્રમાણમાં થતી નથી જેથી મેં ધોરાજી નગરપાલિકા ને લેખિત વાંધો નોંધાવી બંને નવા વેરા આવ્યા છે તેનો વિરોધ કર્યો છે આમ જોતા ધોરાજી નગરપાલિકા કોંગ્રેસનું શાસન છે અને કોંગ્રેસના જ સુધરાઇ સભ્ય વોર્ડ નંબર સાત ના દિલીપભાઈ જાગાણી એ આ પ્રકારનો વિરોધ નોંધાવ્યો છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે

(6:14 pm IST)