Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ધોરાજી પોલીસે શુખડિયા સમાજ પાસે જાહેરમાં જુગાર રમતા નવ મહિલાઓને રૂ 55200 સાથે ઝડપી લીધી

ધોરાજી:ધોરાજી પોલીસે શુખડિયા સમાજ પાસે જાહેરમાં જુગાર રમતા નવ મહિલાઓને રૂ 55200 સાથે ઝડપી લીધી છે
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક  બલરામ મીણા  તથા જેતપુર ડીવીઝનના
મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમારનાઓએ પ્રોહી જુગારની ડ્રાઇવ હોય જે અન્વયે દારૂ જુગારનાકેસો શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે અમો તથા ધોરાજી પોસ્ટ નો સ્ટાફ પેટ્રોલીગમા હતા
દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે ધોરાજી હીરપરાવાડી ડો.રાજાણીના દવાખાનાવાળી શેરી સુખડીયા સમાજશેરીમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે અમુક સ્ત્રીઓ ગજીપતાના પાના વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતી હોય તેવીચોક્કસ અને ભરોસા પાત્ર હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા પૈસા તથા ગંજીપતાના પાના વડે તીનપત્તીનો રોન પોલીસ નામનો જુગાર રમતા રેઇડ કરતાં જુગાર રમતી કુલ નવ સ્ત્રીઓને ગંજીપતાના પાના નંગ પર તથા રોકડ રૂપીયા ૫૫૨૦૦ સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ
પકડાયેલ આરોપીમાં (૧) શોભનાબેન વા/ઓ અશોકભાઇ માવાણી જાતે પટેલ ઉ.વ.૩૪ ધંધો ઘરકામ રહે ધોરાજી હીરપરાવાડી સુખડીયા સમાજની સામે (૨) જેન્શીબેન વા/ઓ રાહુલભાઇ લુણાગરીયા જાતે પટેલ ઉ.વ.૨૫ ધંધો.ઘરકામ રહે ધોરાજી આવકારનગર દાતારવાડી (૩) શોભાબેન વા/ઓ પ્રવિણભાઇ વૈષ્ણવ જાતે પટેલ ઉ.વ.૪૩ ધંધો ઘરકામ રહે ધોરાજી અવેડા ચોક મેલડીમાની શેરી (૪) મીનાબેન વા/ઓ રમેશભાઇ વૈષ્ણવ જાતે પટેલ ઉ.વ.૪૫ ધંધો ઘરકામ રહે ધોરાજીહીરપરાવાડી ગોકુલપાન વાળી શેરી(૫) હીરલબેન વા/ઓ ભાવિનભાઇ બુટાણી જાતે પટેલ ઉ.વ.૩૩ ધંધો ઘરકામરહે ધોરાજી હીરપરાવાડી ખોડીયાર મંદિર પાસે
૬)  કૃપાલીબેન વા/ઓ કમલેશભાઇ સાવલીયા જાતે પટેલ ઉ.વ.૪૨ધંધો ઘરકામ રહે ધોરાજી હીરપરાવાડી સેનવાળીની બાજુમાં (૭) વિજયાબેન વા/ઓ વિનુભાઇ ખીચડીયા જાતે પટેલ
ઉ.વ.૫૫ ધંધો ઘરકામ રહે ધોરાજી હીરપરાવાડી પોલીસલાઇનની પાછળ (૮) મમતાબેન વા/ઓ અરવિદભાઇ ભાલારાજાતે પટેલ ઉ.વ.૪૦ ધંધો ઘરકામ રહે ધોરાજી હીરપરાવાડી ખોડીયાર મંદિર પાસે(૯) નયનાબેન વા/ઓ લલિતભાઇ અમિપરા જાતે પટેલ ઉ.વ.૪૬ ધંધો ધરકામ રહે ધોરાજી હીરપરાવાડી ખોડીયાર મંદિર બાજુ માં ધોરાજીજુગારની રેડમાં કામ કરનાર ધોરાજી પોલીસ ઇસ્પેક્ટર એચ.એ.જાડેજા  ભીમભાઇ હાજાભાઇ ગંભીર એ, એસ.આઇ
 પ્રદીપસિંહ ચુડાસમા પો.કોન્સ સહદેવસિંહ ચૌહાણ પો.કોન્સ શકિતસિહ જાડેજા પો.કોન્સ
 રસીલાબેન સોલંકી પો.કોન્સ વિગેરે સ્ટાફ રોકાયો હતો

(6:12 pm IST)