Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સાવરકુંડલામાં ખાનગી બસને અકસ્માતઃ બાળકનું મોતઃ ૧૪ને ઇજા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૩ :  સાવરકુંડલાના ભુવા રોડ ઉપર ખાનગી બસને અકસ્માત નડતા ર વર્ષના બાળકનું મોત થયું છે. જયારે ૧૪ ને ઇજા થઇ હતી.

તમામને સાવરકુંડલાની ૧૦૮ ની ગાડી ચલાલા - વિજપડીની એક-એક ગાડીમાં સરકારી હોસ્પીટલે ખસેડાયા ચારને વધુ સારવાર માટે અમરેલી રીફર કરાયા, બનાવની જાણ થતા સા. મામ. દેસાઇ, ના. મા. પાનસુરિયા હોસ્પીટલે દોડી ગયા હતાં.

આ અકસ્માતમાં રંજનબેન જયસુખભાઇ ગોડલીયા, જાઇદીન જુસબભાઇ સહિત ૧૪ને ઇજા થઇ હતી.

(5:35 pm IST)