Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

પીવીઆર દ્વારા જામનગરમાં ૩ સ્ક્રીન મલ્ટી પ્લેકસ શરૂ કરાયું : અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ

વર્લ્ડ કલાસ થીયેટરનો અનુભવ : ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ : થ્રીડી સિસ્ટમ પણ છે : પ્રેક્ષકોને થશે યાદગાર અનુભવ : પીવીઆર ની રાજયમાં ૧પ મી પ્રોપર્ટી

જામનગર, તા. ૩ : ભારતીય ફિલ્મ પ્રદર્શનમાં અગ્રણી એવી પીવીઆર સિનેમાએ ૧૦૦ ટકા રસી લીધેલા સ્ટાફની સાથે જામનગરમાં પોતાના સૌપ્રથમ સિનેમા ખોલ્યુ હોવાની અને ગુજરાતમાં ૧૫મી પ્રોપર્ટીની જાહેરાત કરી છે. ટિયર II અને ટિયર III માર્કેટમાં તેની વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે, પીવીઆર જામનગર સિનેમાલોકેટેડ જેસીઆર - ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ નાના શહેરોમાં પ્રેક્ષકોની વધતી આકાંક્ષાઓ સાથે મેચ કરવા માટે ઉન્નત અને આધુનિક સિનેમેટિક અનુભવ પ્રદાન કરવા માટે રચાયેલ છે. નવો ૩ સ્ક્રીન મલ્ટીપ્લેકસ સ્વચ્છ, સુરક્ષિત અને સલામત સિનેમેટિક અનુભવની સાથે નવા યુગના ટેકનોજીકલ ઉકેલો, રચનાત્મક ફૂડ ઓફરિંગ્સ અને આધુનિક ઇન્ટેરિયર ઓફર કરવા માટે સજ્જ છે જેથી લોકોની ઘરની બહારના મનોરંજનની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. આ સિનેમાના પ્રારંભ સાથે ગુજરાતમા પીવીઆરની ૧૫ પ્રોપર્ટીઓમાં કુલ સ્ક્રીનની સંખ્યા ૬૮ થાય છે, જે પશ્ચિમ ભારતમાં ૫૯ પ્રોપર્ટીઓમાં ૨૪૭ સ્ક્રીન્સમાં તેની હાજરીમાં વધારો કરે છે.

જામનગરમાં કે જે વિશ્વનું સૌથી મોટી ઓઇલ રિફાઇનરીનુ ઘર છે ત્યાં આ સિનેમા શ્રેષ્ઠ મુવી અનુભવ શહેરના નાગરિકો માટે લાવશે. મલ્ટિપ્લેકસ શહેરના સૌથી મોટા મનોરંજન કેન્દ્રમાં સ્થિત છે, જેસીઆર - ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં સ્થિત છે, જે આરામ કરવા અને કાયાકલ્પ કરવા માટે આદર્શ સ્ટોપઓવર છે. ૩ સ્ક્રીન પીવીઆર પ્રોપર્ટી ૩૦,૦૦૦ ચો.ફૂટમાં પથરાયેલી છે અને તે ૭૦૬ પ્રેક્ષકોને સમાવી શકે છે. વધુમાં, શહેરમાં આવેલી આ પ્રોપર્ટી આધુનિક ઇન-સિનેમા ટેકનોલોજીઓ જેમકે 2KRGB લેસર પ્રોજેકશન સિસ્ટમ, ડોલ્બી ૭.૧ સરાઉન્ડ સાઉડ અને નેકસ્ટ જનરેશન 3D સિસ્ટમથી સંકલિત છે જે વિસ્તરિત સિનેમા-જોવાના અનુભવ માટે શ્રેષ્ઠ વિઝયૂઅલ અને સાઉન્ડ અનુભવ પૂરો પાડે છે.

આ પ્રારંભ અંગે ટિપ્પણી કરતા પીવીઆર લિમીટેડના જોઇન્ટ મેનેજિંગ ડિરેકટર શ્રી સંજીવ કુમાર બીજલીએ જણાવ્યું હતુ કે, પીવીઆર ભારતમાં છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી દરેક પ્રેક્ષકોને સિનેમા જોવાના અનુભવમાં વધારો કરવામાં આગળ રહ્યુ છે. અમે સભાનતપૂર્વક ઝડપથી વિકસી રહેલા પેટા-શહેરી માર્કેટ્સમાં ઝંપલાવી રહ્યા છીએ જેથી આ પ્રદેશોમાં શ્રેષ્ઠ સિનેમેટિક અનુભવ માટેની વધી રહેલી માગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય અને દેશના આંતરિક ભાગોમાં શ્રેષ્ઠ સિનેમેટીક અનુભવ પૂરો પાડી શકાય.

પીવીઆરના સીઇઓ શ્રી ગૌતમ દત્તાએ જણાવ્યુ હતુ કે, જામનગરમાં સૌપ્રથમ અમારી પીવીઆર પ્રોપર્ટી લોન્ચ કરતા ખુશ છીએ. ૩ સ્ક્રીન સિનેમાની ડિઝાઇન વૈશ્વિક કક્ષાના ઘરની બહારના મનોરંજનની શોધ કરતા આ પ્રદેશના પ્રેક્ષકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. નવું મલ્ટીપ્લેકસ એવું પ્રથમ થિયેટર હશે કે જામનગરના દરેક ઓડીટોરીયમમાં સૌપ્રથમ રિકલાઇનર્સ અને અદ્યતન ટેકનોલોજી અને ચડીયાતી હોસ્પિટાલિટી ધરાવતુ હશે.

માનવ સંપર્કને સૌથી ઓછો કરવા માટે ડિજીટલ વ્યવહારોને ઇ-વોલેટ્સ દ્વારા સક્ષમ બનાવવામાં આવ્યા છે. બોકસઓફિસ પર પેપરલેસ ટિકીટ ખરીદીને વધુ ઉપલબ્ધ કરાવવા માટે QR કૉડ્ઝ કે જેને સિનેમામાં પ્રવેશવા માટ સ્કેન કરી શકાય છે તે ગ્રાહકોના ફોન પર મોકલી દેવામાં આવશે. જે તે વ્યકિત સમર્પિત ઓર્ડરીંગ અને પીકઅપ કાઉન્ટર પરથી પોતાનું ભોજન પીવીઆર એપની મદદથી અગાઉથી બુક કરી શકે છે જેથી સોશિયલ ડીસ્ટન્સની ખાતરી રાખી શકાય,. ફૂડ પેકેજિંગને જંતુમુકત કરવા માટે યુવી કેબિનેટ્સનો ઉપયોગ, ફાયબર અને ગ્લાસ શિલ્ડનું ઇન્સ્ટોલેશન, સોશિયલ ડીસ્ટન્સીંગના નિશાનવાળી હરોળ એ થોડા સુરક્ષા પ્રોટોકોલ્સ છે જેને અપનાવવામાં આવ્યા છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (એસઓપી) કે જે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા લાદવામાં આવી છે તેને સામાન્ય સુરક્ષા અને સ્વચ્છતા ધોરણોના ભાગરૂપે કડક રીતે અનુસરવામાં આવશે.

(3:56 pm IST)