Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

દ્વારકાધીશ મંદિર-શિવરાજપુર બીચની સુરક્ષાને પ્રાધાન્ય : આશિષ ભાટીયા

રાજયના પોલીસ વડાના હસ્તે દ્વારકાધીશ મંદિર સુરક્ષા કચેરીનું લોકાર્પણ

દ્વારકાઃ તસ્વીરમાં રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાના હસ્તે દ્વારકાધીશ મંદિર સુરક્ષા કચેરીનું લોકાર્પણ કરાયું તે નજરે પડે છે. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૩: દ્વારકા તા. ૩ આજે સવારે દ્વારકાધીશ મંદિર પાસે ધીરૂભાઇ અંબાણી માર્ગ પર આવેલ પોલીસ વિભાગના મંદિર સુરક્ષા કચેરીના સંકુલનું લોકાર્પણ કરતા રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજયની સાથે જ મંદીરોની સુરક્ષા અને  ખાસ કરીને દ્વારકાધીશ મંદિર જે દેશના પશ્ચિમ છેવાડે બોર્ડર ઉપર આવેલ છે. જેથી દ્વારકાધીશ મંદિરની સુરક્ષા માટે ખુબ જ ઉપયોગી બની રહેશે. દ્વારકા પાસેનું શિવરાજપુર બીચ જે પ્રવાસીો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ શિવરાજપુર બીચની મુલાકાત લેતા હોય જેથી સુરક્ષાના મુદ્દે બીચની સુરક્ષાને પણ પ્રાધાન્યતતા આપવામાં આવશે.

દ્વારકાધીશ મંદિર સુરક્ષા કચેરીના લોકાર્પણ પ્રસંગે દિવ્ય દ્વારકાવતી અને હોટલ એસોસીએશન વતી નિર્મલભાઇ સામાણી, મનસુખભાઇ પરમાર, શૈલેષભમાઇ ઘઘડા, ચંદુભાઇ બારાઇ અને દ્વારકા નગર પાલીકા  વતી જયોતીબેન સામાણી, ભાજપ શહેર વતી વિજયભાઇ બુજડ અને સમસ્ત ગુગળી જ્ઞાતિ વતી પ્રમુખ અશ્વીનભાઇ પુરોહીત, કપીલભાઇ વાયડા વગેરેએ પોલીસ વડા આશીષ ભાટીયાનું સ્વાગત સન્માન કર્યુ હતું.

લોકાર્પણ પુર્વ રાજકોટ રેંજના ડીઆઇજી  સંદીપકુમાર દેવભુમી દ્વારકાના જિલ્લા પોલીસ વડા સુનીલ જોષી, ડીવાયએસપી સમીર સારડા, હીતેષ ચૌધરી, નિલમ ગૌસ્વામી અને પીઆઇ ગઢવીએ આશીષ ભાટીયાને પુષ્પ ગુચ્છથી આવકાર્યા હતા. બાદમાં પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું અને દ્વારકાધીશ મંદીર સુરક્ષા કચેરીનું શાસ્ત્રોકત વિધિથી વેૈધિક મંત્રોચ્ચાર સાથે બ્રહ્મસમાજ દ્વારા મંદિર સુરક્ષા કચેરી રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાએ ખુલી મુકી હતી. પોલીસ સુરક્ષા કચેરીના આ સંકુલમાં મંદિરના અધિકારીઓ ડીવાયએસપી  પીઆઇ પીએસઆઇ સહીતના સ્ટાફની ઓફીસો જે વ્યવસ્થા રાખવામાં આવી છે.

ગઇકાલે સર્કીટ હાઉસ ખાતે રાજયના પોલીસ વડા ભાટીયાએ સૌરાષ્ટ્ર રેન્જના પોલીસ વડાઓ તથા દેવભુમી દ્વારકાના જીલ્લા કલેકટર એમ.એન.પંડીયા તથા ડી.ડી.ઓ. જાડેજા, વગેરે સાથે પણ કાયદા  વ્યવસ્થાની અલગ-અલગ બેઠક યોજી હતી અને મોડી સાંજે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિર સુરક્ષાનું જાત-નિરિક્ષણ કર્યુ હતું. અને દ્વારકાધીશજીના દર્શન કર્યા હતા.

(2:36 pm IST)