Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

પોરબંદર પોલીસ દ્વારા વધુ પ સ્થળે જુગાર દરોડા : પોણા લાખની રોકડ સાથે ર૧ ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩ :  સાતમ આઠમના તહેવારો દરમિયાન ઠેર-ઠેર જુગાર દરોડા બાદ વધુ પાંચ સ્થળોએ પોલીસ ત્રાટકીને રમતા ૧૧ શખ્સોને પોણા લાખની રોકડ સાથે પકડી લઇને કાર્યવાહી કરી છે.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈનીનાઓ દ્વારા જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે પોરબંદર શહેર વિભાગના ઇ/ચા નાયબ પોલીસ અધિક્ષક  એસ.એમ.ગોહિલ સા.નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એસ.એ.સોલંકી તથા ઉદ્યોગનગર પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તારમા ના.રા. પેટ્રોલિંગમા હતા દરમ્યાન જ્યુબેલી પાણીના ટાંકા પાસે આવતા ત્યા જાહેરમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે પૈસા પાના વડે તીનપત્તી નામનો હાર જીતનો જુગાર રમતા આરોપીઓ જયમલ બાબુભાઇ સીડા ઉ.વ.૩૦ રહે.કડીયા પ્લોટ, રાજશી ઉર્ફે બડો રામાભાઇ કરગઠીયા ઉ.વ.૩૨ રહે.બોખીરા તથા  માલદે ઉર્ફે રમેશ સુકાભાઇ કેશવાલા ઉ.વ.૪૦ રહે.જ્યુબેલી વાળાઓના કબ્જામાથી ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૨૯,૭૬૦ ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડી  ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા જુ.ધા.કલમ-૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. 

આ કામગીરી કરનાર ઉદ્યોગનગર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એસ.એ.સોલંકી તથા પો.કોન્સ. પોપટભાઇ વિરમભાઇ, ભરતભાઇ ભનુભાઇ, હોથીભાઇ અરજનભાઇ, ચનાભાઇ વેજાભાઇ તથા લોકરક્ષક વિજયભાઇ ખીમાભાઇ વિગેરે રોકાયેલ હતા.

ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી. સ્મિત ગોહિલનાઓના તથા  કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. ઇન્સ.  એચ.બી. ધાધલ્યાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કવોડના પો. સબ. ઇન્સ. એ.એ. મકવાણા તથા સર્વલન્સ સ્કવોડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. બી.એલ. વિંઝુડા તથા કોન્સ. ભીમશીભાઇને મળેલ બાતમીના આધારે આંબેડકરનગરમાં જાહેરમાં ગંજીપતાના પાનાથી રેઇડ કરતા જુગાર રમતા ચાર ઇસમો રોનીત પુજાભાઇ પરમાર (ઉ.વ.ર૧) રહે. નરસંગ ટેકરી, સુભાષ પ્રેમજીભાઇ કવા (ઉ.વ.ર૮) રહે. આશાપુરા ઘાસગોડાઉન પાછળ, ઉમેશ રમણીકભાઇ ચીત્રોડા (ઉ.વ.૩૩) રહે. નરસંગ ટેકરી, હેમંત નાથાભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) (રહે. ધરમપુર વાળાને ૧૪૮૯૦ રોકડ સાથે પકડી પાડેલ છે.

બગવદર પો. સ્ટે.ના ઇ.ચા. પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી પી. ડી. જાદવની સુના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ સી. રાઠોડ તથા પો. કોન્સ. મનોજ સોમાભાઇ સોલંકી તથા વિજય ભોજાભાઇ છેલાવડા, લોકરક્ષક વિપુલ કમલેશભાઇ ઘુઘલ વિગેરે પોલીસ સ્ટાફના માણસો બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ પોલીસ હેડ કોન્સ. અલ્પેશભાઇ સી. રાઠોડ તથા પો. કોન્સ. મનોજ સોમાભાઇ સોલંકીને સંયુકત રીતે હકિકત મળેલ કે ટૂકડા ગામે કુંભાણી ફળીયામાં અમુક ઇસમો જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વડે હારજીતનો જૂગાર રમે છે. તેવી હકિકત મળતા હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા જૂગાર રમતા ભુરાભાઇ કેશવભાઇ ઓડેદરા ઉ.૪ર, રાજુ દેવાભાઇ ઓડેદરા ઉ.૩પ, નાથાભાઇ રાણાભાઇ ઓડેદરા, ભીમાભાઇ લીલાભાઇ ઓડેદરા, તથા દેવશી દવાભાઇ ઓડેદરા રહે. તમામ ટૂકડા ગામ કુંભાણી ફળીયુ વાળાઓ પાસેથી ગંજીપતાના પાના તથા રોકડ રૂ. ૯૬૧૦ તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ ૪ કિ. ૧ર,૦૦૦ મળી કુલ કી. રૂ. ર૧૬૧૦ ના મુદામાલ સાથે આરોપીઓને પકડી જૂગારધારનો ગુન્હો શોધી કાઢતા ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલ છે.

દેગામ વણકરવાસમાં પોલીસ હેડ કોન્સ્. અલ્પેશભાઇ સી. રાઠોડ તથા પોલીસ કોન્સ. મનોજ સોમાભાઇ સોલંકીને બાતમી આધારે જાહેરમાં જૂગાર રમતા ગોપાઇ ભોજાભાઇ રાઠોડ, રમેશ પરબતભાઇ ખરા, મુકેશ જેઠાભાઇ ખરા, પ્રવિણ રામભાઇ ખરાને ૮૯૪૦ રોકડ સાથે પકડી પાડેલ છે.

જયારે શૈલેષ જીતુભાઇ ખરા નાસી ગયેલ છે. આ કામગીરી ઇ.ચા. પોલીસ સબ ઇન્સ. પી. ડી. જાદવ તથા પોલીસ હેડ કોન્સ. અલ્પેશભાઇ સી. રાઠોડ તથા પોલીસ કોન્સ.   મનોજ સોમાભાઇ સોલંકી લોકરક્ષક વિપુલ કમલેશભાઇ ઘુઘલ તથા લોકરક્ષક વિજય ભોજાભાઇ છેલાવડા વિગેરે બગવદર પોલીસ સ્ટેશનના જવાનોએ કરેલ છે.

કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. એચ.બી.ધાધલ્યાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના પો.સબ ઇન્સ. એ.એ.મકવાણા તથા સર્વેલન્સ સ્કવોડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એએસઆઇ આર.પી.જાદવ તથા પો.કોન્સ. વિજયભાઇ જેન્તીલાલને મળેલ બાતમી રાહે એસીસી કોલોની ટીઆરટી કવાટર નં. ર૬માં જુગાર રમતા શરદ દેવજીભાઇ શીયાળ ઉ.વ.પ૪ રહે. એસીસી કોલોની દરગાહ સામે, હેમલ દેવજીભાઇ જોષી ઉ.વ.૪ર રહે. છાંયા ચોકી પાસે, પંકજ ભીમજીભાઇ ટાંક ઉ.વ. પર રહે. નવો કુંભારવાડો શેરી નં. ૬ ચીંતન હીતેષભાઇ ગણાત્રા ઉ.વ.ર૬ રહે. કડીયા પ્લોટ શેરી નં. ૧ તથા અક્ષય અશોકભાઇ ભરાડા ઉ.વ.ર૧ રહે. છાંયા વાળાને રૂ. ર૭,૪૭૦ની રોકડ સાથે પકડી પાડેલ છે.

કમલાબાગ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.બી.ધાધલ્યા તથા  સર્વેલન્સ સ્કવોડના પો.સ.ઇ. શ્રી એ.એ.મકવાણા તથા એ.એસ.આઇ. બી.એલ.વિંઝુડા આર.પી.જાદવ તથા વી.એસ.આગઠ તથા પો.હેડ કોન્સ. બી.કે.ગોહીલ પો.કોન્સ. વિજયભાઇ, ભીમશીભાઇ, કનકસિંહ, અક્ષયભાઇ, વિરેન્દ્રસિંહ વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.

(1:05 pm IST)