Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જામનગર જીલ્લામાં ઝાપટાથી પોણો ઇંચ વરસાદ

ગ્રામ્ય વિસ્તારોમાં હળવો ભારે વરસાદ યથાવતઃ મિશ્ર વાતાવરણનો માહોલ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૩ : જામનગર જીલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ વરસ્યો છે.

જેમાં જામજોધપુરમાં અડધો ઇંચ તથા જામનગર જોડીયા, ધ્રોલ, લાલપુરમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

જયારે જોડીયાના બાલંભા અને પીઠડમાં પોણો ઇંચ, હડીયાણામાં ઝાપટા વરસ્યા છે. ધ્રોલના લૈયારામાં પોણ ઇંચ, લતીપુરમાં અડધો ઇંચ, જાલીયા દેવાણીમાં ઝાપટા પડયા છે.

કાલાવડના મોટા પાંચ દેવડામાં પોણો ઇંચ, ખરેડીમાં અડધો ઇંચ તથા મોટા વડાાળ, નવાગામ, નિકાવામાં ઝાપટા વરસ્યા છે.

જામજોધપુર તાલુકાનાં વાસજાળીયામાં પોણો ઇંચ, સમાણામાં અડધો ઇંચ તથા શેઠવડાળા, ધુનડા, ધ્રાફા, પરડવામાં ઝાપટા વરસ્યા હતા. લાલપુર તાલુકાના

પીપરતોળામાં પોણો ઇંચ તથા પડાણા ભણગોર, મોટાખડવા મોડપરમાં ઝાપટા પડયા છે.

(1:05 pm IST)