Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જામનગરમાં તું કેમ અહીં બેઠો છો તેમ કહી માર માર્યાની રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩:  પંચ બી પોલીસ સ્ટેશનમાં જયવીરસિંહ હિતેન્દ્રસિંહ દેદા, ઉ.વ.ર૧, રે. ચેલા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર–૯–ર૧ ના ચેલા ગામે પાણી ના ટાકા પાસે ફરીયાદી જયવીરસિંહને આરોપીઓ મહેન્દ્રસિંહ ઉર્ફે બાબો, અક્ષય ઉર્ફે સાગર, હિરેન તથા એક અજાણ્યો ઈસમ  એ કહેલ કે તુ અહીં કેમ બેઠો છો ? આ જગ્યા અમારી છે તેમ કહી ઉગ્ર બોલાચાલી કરી આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે બાબો તથા અક્ષય ઉર્ફે સાગર એ ફરીયાી જયવીરસિંહને ધોકા વડે માથાના ભાગે તથા જમણા પગના પજામા ઈજા કરેલ તથા આરોપી હિરેન તથા એક અજાણ્યા ઈસમે ઢીકાપાટુનો મારી મારી મુંઢ ઈજા કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

અંધાશ્રમ આવાસ કોલોનીમાં જુગાર રમતા આઠ ઝડપાયા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેશભાઈ રાજશીભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૯–ર૧ના અંધાશ્રમ આવાસ કોલોનીમાં બ્લોક નં.૯૯, રૂમનં.ર ની સામે જામનગરમાં આ કામના આરોપીઓ સંજય રામશંકર નિશાદ, શિવશંકર રામપ્રસાદ નિશાદ, વિકાસ ગોરેલાલ નિશાદ, રાહુલ નંદકિશોર નિશાદ, અજય બાબુરામ નિશાદ, મોનું વિશ્વનાથ નિશાદ, ધવલ પ્રેમજીભાઈ પરમાર, દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ પરમાર, રે.જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૭૩પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કડીયાવાડમાં જુગાર રમતા ચાર ઝડપાયા

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોધાવી છે કે, તા.૩–૯–ર૧ના બેડી ગેઈટ કડીયાવાડ નાની બોયડીવાળી શેરી દ્વારકાધીશ ડેરીની બાજુમાં, જામનગરમાં આ કામના આરોપીઓ રમેશભાઈ પરમાનંદભાઈ ચતવાણી, શૈલેષભાઈ સુરેશભાઈ સોલંકી, ધર્મેશભાઈ દિનેશભાઈ સોલંકી, હિતેશભાઈ હરિભાઈ રાઠોડ, રે. જામનગરવાળા  ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૭૧૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દિ.પ્લોટ–૪૯ માં જુગાર રમતા ત્રણ ઝડપાયા : ચાર ફરાર

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. કલ્પેશભાઈ રમેશભાઈ આઘારા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર–૯–ર૧ ના દિ.પ્લોટ– ૪૯, માંડવરાયજી પ્રોવીઝન સ્ટોર્સવાળી ગલી, કામડીયા વાસ, ડંકી પાસે, જામનગરમાં આ કામના આરોપીઓ વસંતભાઈ બચુભાઈ દામા, વિમલભાઈ વાલજીભાઈ અમલ, સુરેશભાઈ ગંગારામભાઈ જોષી, રે. જામનગરવાળા ઘોડીપાસા નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૭ર૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપીઓ હમીરસિંહ ઉર્ફે જુવાનસિંહ , પ્રભુભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ, ભરતભાઈ હરસુખભાઈ ચૌહાણ, રામબા ઉર્ફે રામુબા જાડેજા, રાજુ સવજીભાઈ ચૌહાણ ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિકકા પાટીયા પાસે જુગાર રમતા સાત ઝડપાયા

મેઘપર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. જયરાજસિંહ દિલીપસિંહ ઝાલાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર–૯–ર૧ ના સિકકા પાટીયા ભવાની ઓટો મોબાઈલની પાછળ, પાર્કિંગમાં આ કામના આરોપીઓ હરપાલસિંહ જીતુભા કેર, સહદેવસિંહ મનુભા ગોહિલ, વિરમદેવસિંહ પ્રતાપસિંહ ગોહિલ, નટુભા બનેસંગ જાડેજા, જયેન્દ્રસિંહ ખીમાજી સોઢા, ગીરીરાજસિંહ ઉમેદસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૬પ૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–૪, કિંમત રૂ.પ૦૦૦/– મળી કુલ રૂ.૪૧પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વાલ્મીકીવાસમાં જુગાર રમતા આઠ ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. જીતેન્દ્રભાઈ બી. સોચા ફરીયાદ નોંધાવી છે કે, તા.ર–૯–ર૧ના રામવાડી શેરી નં.૪ ના છેડે વાલ્મીકીવાસ, ગુલાબનગર, જામનગરમાં આ કામના આરોપીઓ અનીલભાઈ દેવજીભાઈ રાઠોડ, હરીશભાઈ મુળજીભાઈ વાઘેલા, સતીષભાઈ ઉર્ફે કવો હરીશભાઈ ચૌહાણ, અશોકભાઈ લવજીભાઈ રાઠોડ, સંજયભાઈ રવજીભાઈ પરમાર, ભુપતભાઈ ઉર્ફે અક્ષય બાબુભાઈ સોલંકી, વિકી ચંદુભાઈ ખવલીયા, યોગેશભાઈ તુલશીભાઈ વાઘેલા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૬૦૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગોકુલનગરમાં જુગાર રમતી ચાર મહિલા ઝડપાઈ

 અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ બળદેવભાઈ કાનાણી એ ફરીયાદ નોધાવી છે કે, તા.૦ર–૯–ર૧ ના ગોકુલનગર, હનુમાનનગર શેરી નં.પ/૬, મારાજ લાકડાવારાની બાજુમાં રોડ, ઉપર જામનગરમાં આ કામના આરોપીઓ જયોશનાબેન કેશુભાઈ મોહનભાઈ વાઘેલા, મધુબેન રસીકભાઈ ચંદુભાઈ કુકવાયા, પુનમબા જીતુભા બાબભા જાડેજા, ઈલાબા મહિપતસિંહ મોરૂજી જાડેજા, રે. જામનગર વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૪,૪૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગોકુલનગર રડાર રોડ પાસે જુગાર રમતી બે મહિલા સહિત આઠ ઝડપાયા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ધવલગીરી પ્રવિણગીરી ગુસાઈ એ ફરીયાદ નોધાવી છે કે, તા.૦ર–૯–ર૧ ના ગોકુલનગર, રડાર, રોડ, મોમાઈપાન વાળી શેરી ના છેડે આવતા, શિવનગર–૧, ચામુંડા પ્રોવિઝન સ્ટોર પાસે  જામનગરમાં આ કામના આરોપીઓ અલ્પેશભાઈ જીવરાજભાઈ નગરીયા, અતુલભાઈ જીવરાજભાઈ નગરીયા, કરશનભાઈ દેવશીભાઈ ગોજીયા, મગનભાઈ ગોવિંદભાઈ સીતાપરા, રામભાઈ વજશીભાઈ માડમ, ભરતભાઈ કાંતિલાલ ગોરી, પ્રજ્ઞાબેન ભરતભાઈ ગોરી, વિપુલાબેન રામભાઈ માડમ  રે. જામનગર વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦,૭૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મેઘપર ગામે જુગાર રમતા છ ઝડપાયા

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. નિરવભાઈ રમેશચંદ્ર જોષી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર–૯–ર૧ ના મેઘપરગામમાં દલીતવાસની શેરીમાં રોડ પર જાહેરમાં આ કામના આરોપી રમણીકભાઈ પરબતભાઈ ચૌહાણ, જેન્તીભાઈ જીવાભાઈ વાઘેલા, રમેશભાઈ ગોવિંદભાઈ વાઘેલા, જીતુભાઈ નાનજીભાઈ વાઘેલા, ફુલચંદભાઈ મનજીભાઈ ચૌહાણ, ગેલાભાઈ મોહનભાઈ ચૌહાણ, રે. મેઘપરગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૧,૪૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પતિએ દુઃખ ત્રાસ આપ્યાની ફરીયાદ

અહીં મહિલા પોલીસ સ્ટેશનમાં રીટાબેન વિપુલભાઈ નાનજીભાઈ દાફડા તે ડો/ઓ. મગનભાઈ પીઠાભાઈ સોલંકી, ઉ.વ.૩૧, રે. પ્રગતિપાર્ક, દિગ્જામ સર્કલ, શિવમ એપાર્ટમેન્ટ વાળી શેરી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, લગ્નજીવનના એક વર્ષ બાદ થી તા.ર૮–૭–ર૧ સુધી આ કામના આરોપી પતિ વિપુલ નાનજીભાઈ દાફડા ફરીયાદી રીટાબેનના પતિ થતા હોય જે ફરીયાદી રીટાબેનને લગ્નજીવન દરમ્યાન ઘર કામકાજ બાબતે તથા નાની વાતમાં ફરીયાદી રીટાબેનનો વાક કાઢી ઝઘડાઓ કરી કરીયાવર બાબતે મેણાટોણા મારી હેરાન પેરશાન કરી ભુંડી ગાળો કાઢી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી ફરીયાદી રીટાબેનના ચારીત્ર ઉપર શંકા વહેમ કરી ગુનો કરેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા વૃઘ્ધનું મોત

અહીં પવનચકકી, દિ.પ્લોટ, સમતીવાસમાં રહેતા ચીરાગ વિજયભાઈ વાઘેલા, ઉ.વ.૩૪, એ સીટ ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર–૯–ર૧ ના આ કામે મરણજનાર વિજયભાઈ કેશુભાઈ વાઘેલા, ઉ.વ.૬૧, રે. પવનન ચકકી, પ્લોટ સમતીવાસ, જામનગર વાળા પોતાના ઘેર હતા ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતા ૧૦૮ માં જી.જી.હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમ્યાન ફરજ પરના ડોકટરે મરણ થયેલાનું જાહેર કરેલ છે.

(1:04 pm IST)