Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

દ્વારકામાં દોઢ ઈંચ વરસાદઃ સૌરાષ્ટ્રના ૧૧ તાલુકામાં ઝાપટા

દ્વારકામાં વરસાદ  : (વિનુ સામાણી દ્વારા) દ્વારકા તા.૩ : દ્વારકામાં સવારથી જ ધીમેધીમે વરસાદ ચાલુ થયા બાદ અત્યારે વરસાદે જોર પકડયું છે. (તસ્વીરઃ દિનેશ સામાણીઃ દ્વારકા)

રાજકોટ, તા. ૩ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે હળવો-ભારે વરસાદ વરસી જાય છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં આજે સવારના ૬ થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કલ્યાણપુર અને ભાણવડમાં ઝાપટા વરસ્યા છે.

જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ શહેર ઉપરાંત કેશોદ, માંગરોળ અને વંથલીમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાળા, વેરાવળ, સુત્રાપાડા અને ગીર ગઢડામાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

આજે સવારથી રાજકોટ શહેરમાં વાદળા અને તડકા સાથે મિશ્ર વાતાવરણનો માહોલ છે. આવા વાતાવરણ વચ્ચે કયારેક-કયારેક ઝરમર વરસાદ વરસી જાય છે.

(1:02 pm IST)