Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

પોરબંદર દરિયાકાંઠે ભારે વરસાદ અને પવનની આગાહીના પગલે એન.ડી.આર.એફ.ની ટુકડી આવી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર  તા.૩ :  દરિયાકાંઠા ઉપર ભારે વરસાદ અને પવનની હવામાન ખાતાની કચેરી દ્વારા આગાહીના પગલે પોરબંદર જિલ્લામાં એનડીઆરએફની એક ટુકડી આવી છે.

દરિયાકાંઠા ઉપર ભારે વરસાદ અને પવનની આગાહીના પગલે જિલ્લામાં આવેલ એન.ડી.આર.એફ.ની એક ટુકડીને કાંઠા વિસ્તારમાં સ્ટેન્ડ ટુ રાખી દેવામાં આવી છે. ભારે વરસાદ અને પવનની સંભાવના પગલે એનડીઆરએફની એક ટુકડી જરૂર પડયે લોકોના સલામત સ્થળે સ્થળાંતર અને બચાવ કાર્ય માટે ખડેપગે રહેલ છે.

(1:00 pm IST)