Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જુનાગઢમાં પરશુરામ ભગવાનની પ્રતિમા હટાવવાના નિર્ણયના વિરોધમાં સાંજે આમરણાંત ઉપવાસના મંડાણ

મહાનગર પાલિકા તંત્રએ ૩ દિવસનુ અલ્ટીમેટમ આપતા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન લાલઘુમ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩ : જુનાગઢ શહેરમાં ભગવાન પરશુરામજીની પ્રતિમાંનું સ્થાપન કર્યા બાદ જુનાગઢ મ.ન.પા. દ્વારા એ પ્રતિમાને હટાવવાની નોટીસ આપતા સમસ્ત બ્રહ્મ સંગઠનના સંસ્થાપક જયદેવ જોષી અને કાર્તિક ઠાકર આજે સાંજે પ વાગ્યાથી આમરણાાત ઉપવાસ પર  ભગવાન પરશુરામની પ્રતિમા ગિરનાર રોડ-સોનાપુરી સામે જુનાગઢ ખાતે બેસશે.

જુનાગઢ સોનાપુરી સ્મ્શાનગૃહ પાસેના ચોકમાં ભગવાન પરશુરામજીની પ્રતિમા મુકવામાં આવેલ છે. આ પ્રતિમાને ૩ દિવસમાં હટાવી લેવા મહાનગરપાલિકાએ અલ્ટીમેટમ આપતા ભુદેવો લાલઘુમ બન્યા છે.

મહાનગરપાલિકા દ્વારા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના પ્રમુખ આશિષભાઇ ઉપાધ્યાય અને સંસ્થાપક જયદેવભાઇ જોષી અને કાર્તિકભાઇ ઠાકરને મ.ન.પા.ઇ.ચા કાર્યપાલક ઇજનેરએ દિવસ ૩માં પરશુરામજીની પ્રતિમા સ્થળ ઉપરથી દુર કરવા જાણ કરવામાં આવી છે અન્યથા આ પ્રતિમા દુર કરવાની કામગીરી મહાનગરપાલીકા દ્વારા કરવામાં આવશે તેમ નોટીસ પાઠવી જણાવાયું છે.

ત્યારે સમસ્ત બ્રહ્મયુવા સંગઠન અને બ્રાહ્મસમાજ લાલઘુમ બન્યો છે. અને આગામી દિવસોમાં ભુદેવો ભગવાન પરશુરામની પ્રતિમાં પાસે એકત્ર થઇ ઉપવાસ આંદોલન છેડશે અને આ નોટીસ પરત ન ખેંચાય ત્યા સુધી અન્નજળનો ત્યાગ સહીત કરનાર હોવાનું આધારભુત વર્તુળોમાં ચર્ચાય રહ્યં છે. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક કાર્તિકભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, શહેરમાં અનેક રાજકીય વ્યકિતઓના ગેરકાયદેસર બાંધકામો છે જેની હટાવવા ર૬૦ (ર) નોટીસો આપી હતી ર૬૦(૧) નોટીસ ગણાય અને ર૬૦ (ર) બાંધકામ દુર કરવાનો હુકકમ ગણાય છતા આવા હુકમોના કાગળીયા પણ પડયા પડયા સડી જાય છે. તેમ છતા ગેરકાયદેસર બિલ્ડીંગો શા માટે તોડી પાડવામાં આવતા નથી શ્રી ઠાકરેવધુમાં જણાવેલ કે એનક સ્થળે ધાર્મિક દબાણ થયા છે તેનાથી તંત્ર અંધારામાં છે અન્ય ધાર્મિક બાંધકામો દુર કરે પછી પરશુરામજીની પ્રતિમા હટાવવાની વાત કરે નહી તો ૩૬ હજાર ભુદેવાનો સામનો કરવો પડશે.

(12:59 pm IST)