Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

વિસાવદર વિધાનસભાની 'આપ'ની ટીકીટ મહેશ સવાણી સાથેની નિકટતાના પરિણામે સમીર પટેલને મળે તેવી વ્યાપક ચર્ચા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩ : તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પૂર્વ નગર સેવક-ધારાશાસ્ત્રી અને લેઉઆ પટેલ સમાજનાં જૂની પેઢીનાં વરિષ્ઠ અગ્રણી-વકીલ શ્રી આર.ડી.પટેલનાં સુપુત્ર સમીરભાઈ પટેલની 'આપ'માં પ્રદેશ નેતા-ઉદ્યોગપતિ શ્રી મહેશભાઈ સવાણી સાથે ખૂબ જ પારાવારિક નિકટતા હોય,અને સમીર પટેલ 'આપ'માં જોડાયા એ પૂર્વે ખુદ મહેશભાઈ સવાણી વિસાવદર આવી સમીર પટેલનાં નિવાસસ્થાને જઈ સુભેચ્છા મુલાકાત લીધી હતી. જેથી મહેશભાઈ સવાણી સાથેની નિકટતાનાં પરિણામે વિસાવદર-ભેસાણ વિધાનસભા બેઠકની 'આપ'ની ટીકીટ સમીર પટેલને મળશે તેવી વ્યાપક રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.જો કે,સમીર પટેલ હજુ 'મગનું નામ મરી' પાડવા તૈયાર નથી..!

લાયન્સ કલબ દ્વારા 'પ્રકૃતિ વંદના'

વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે લાયન્સ કલબના માર્ગદર્શક ભાસ્કરભાઈ જોશી,લાયન્સ પ્રમુખ સી.આર જોધાણી, ટેઝરર ચંદ્રકાન્ત ખુહા, લાયન રમણીકભાઇ ગોહેલનાં સંયુકત માર્ગદર્શન તળે પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો હતો.માનવ સેવા સમિતિનાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રાએ પર્યાવરણ જતનમાં વૃક્ષોનું મહત્વ તેમજ મનુષ્ય જીવનમાં વૃક્ષો આશિર્વાદરૂપ સમાન અને સમગ્ર જીવ સુષ્ટિ તેમજ સમગ્ર પ્રકૃતિ જગતમાં વૃક્ષોનાં મહત્વ વિશે સંવાદ રજૂ કર્યો હતો. તેમજ પ્રકૃતિ વંદના કાર્યક્રમ અંતર્ગત વૃક્ષ પૂજન કરવામાં આવેલ. દિપકભાઈ વાઢેર સહિતના વાચકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

'મન કી બાત' કાર્યક્રમ સાંભળ્યો

વિસાવદર શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી મનસુખભાઈ રાઠોડના ઘરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો 'મનકી બાત' કાર્યક્રમ જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી રમણીક દુધાત્રા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમિતપરી ગોસ્વામી,લઘુમતી મોરચાના મહામંત્રી આસીફ કાદરી, હરપાલભાઈ ગીડા, અરવિંદ રાઠોડ, વિઠ્ઠલભાઈ ડાભી પારસ ચૌહાણ, હાર્દિક મેઘજીભાઈ સહિતના કાર્યકરોએ સમુહમાં હાજર ટીવી પર કાર્યક્રમ સાંભળી સૌએ 'નમો એપ ડાઉનલોડ' કરી હતી.

વિસાવદર રોટરી દ્વારા સેવાકાર્ય

વિસાવદરમા જન્માષ્ટમી તહેવાર નિમિત્તે રોટરી કોમ્યુનિટી કોર્પ્સ દ્વારા પ્રોજેકટ ડાયરેકટર રમણીકભાઇ ગોહેલના આર્થિક સહયોગથી જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતુ. ફાઉન્ડર પ્રેસિડેન્ટ રમણીકભાઇ દુધાત્રાના માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્યમાં વર્તમાન પ્રેસિડેન્ટ કૌશિકપુરી ગૌસ્વામી, સેક્રેટરી આસીફ કાદરી, પૂર્વ પ્રમુખ મધુભાઈ કચ્છી તેમજ ઉમેશભાઈ ગેડીયા સહિતના જોડાયા હતા.

'હંગર પ્રોજેકટ' દ્વારા ફરસાણ વિતરણ

વિસાવદરમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્ત્।ે વિસાવદર લાયન્સ કલબ દ્વારા પ્રોજેકટ ઓફિસર લાયન સિરાજભાઈ માડકીયાના આર્થિક સહયોગથી હંગર પ્રોજેકટ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું.માર્ગદર્શક ભાસ્કરભાઈ જોશી,પ્રેસિડેન્ટ સી, આર.જોધાણી,ટેઝરર ચંન્દ્રકાંત ખુહા,લાયન રમણીકભાઇ ગોહેલએ મીઠાઈ, ફરસાણ વિતરણ કર્યું હતું.ભાવેશ પદમાણી,રસિકભાઈ પરમાર જોડાયા હતા.

નિરાધાર વિધવાઓને સહાય

વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ તથા દાતાઓના સહયોગથી સાતમ આઠમના તહેવારો દરમિયાન ગરીબ-નિરાધાર વિધવા બહેનોને બે દિવસ મીઠાઈ-ફરસાણ-ફરાળની વ્યવસ્થા રઘુવંશી શ્રી સુરેશ સાદરાણી મારફત વિતરણ વ્યવસ્થા કરાઈ હતી.

(12:58 pm IST)