Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જુનાગઢમાં જુગાર અંગેના બે દરોડામાં ૧૭ મહિલા જુગાર રમતા ઝડપાઇ

રૂ.૩૩ હજારની રોકડ કબ્જે કરાઇ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩ : જુનાગઢમાં પોલીસે જુગાર અંગે બે દરોડા પાડી ૧૭ મહિલાને રૂ.૩૩ હજારથી વધુની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધી હતી.

સાતમ-આઠમનો તહેવાર પુરો થવા છતા હજુજુગારના પાટલા યથાવત રહેતા પોલીસે લાલ આંખ કરી છે.

ગત રાત્રે જુનાગઢ બી ડીવીઝનના પી.આઇ.રાઠોડના માર્ગદર્શનમાં કોન્સટેબલ વી.બી.ચુડાસમાં વગરેેએ યોગેશ્વરનગરમાં આવેલ. મદીના પેલેસ પાસે જાહેરમાં રમાતો જુગાર પકડી પાડયો હતો.

પોલીસે અહિંથી છ મહિલાની જુગાર રમવા સબબ રૂ.૧પ.૧૩૦ ની રોકડ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ જ પ્રમાણે સી ડીવીઝનના હેડ કોન્સટેબલ કે.એન.જોગીયા સહિત પોલીસ સ્ટાફે ટીંબાવાડી પાસે આવેલ ભાગ્ય લક્ષ્મી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જુગા રમતી ૮ મહિલાને રૂ.૧૮,ર૮૦ ની રોકડ પકડી પાડીને તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

(12:57 pm IST)